દશેરાના પવિત્ર પર્વે કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના અનુદાનમાંથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઈ
દર્દીનારાયણની સેવામાં એમ્બ્યુલન્સ ખૂબ સુવિધાજનક અને આશીર્વાદરૂપ બનશે
દશેરાના પવિત્ર પર્વે કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા તેમના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ નિધિમાંથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ ઈમરજન્સીમાં ખૂબ સુવિધાજનક અને આશીર્વાદરૂપ બનશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે એમ્બ્યુલન્સને દર્દીનારાયણની સેવા અર્થે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે સામાજિક અગ્રણી નેહલ દેસાઈ, નિતીનભાઈ ભજીયાવાલા સહિત સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના હોદ્દેદારો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.