HomeBusinessAM/NS-INDIA/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું Optigal® હવે ગુજરાતમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ : INDIA...

AM/NS-INDIA/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું Optigal® હવે ગુજરાતમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ : INDIA NEWS GUJARAT

Date:

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું Optigal® હવે ગુજરાતમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ


• કંપનીનો Optigal®ને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનો પ્રયાસ
• ઉચ્ચ ગુણવત્તાવાળું કોટેડ સ્ટીલ ચેનલ પાર્ટનર્સની પ્રથમ પસંદગી બની રહ્યું છે


સુરત-હજીરા, જાન્યુઆરી 16, 2025

દુનિયાના અગ્રણી સ્ટીલ ઉત્પાદકો એવા આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ પોતાના વર્લ્ડ ક્લાસ કલર-કોટેડ સ્ટીલ બ્રાંન્ડ Optigal®ની ગુજરાતમાં ઉપલબ્ધતા જાહેર કરી છે.

તાજેતરમાં, AM/NS India દ્વારા અમદાવાદમાં રાજ્યના ચેનલ પાર્ટનર્સ માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં Optigal®ના ખાસ લક્ષણો જેમ કે 25 વર્ષ સુધીની લાંબી વોરંટી, ઉત્તમ જંગ-પ્રતિકારક ક્ષમતા અને અદ્યતન કટિંગ-એજ ટેક્નોલોજી વિશે માહિતીઓ રજૂ કરવામાં આવી હતી. આયોજિત સંમેલનમાં માર્કેટના નવા ટ્રેન્ડ્સ અને ભવિષ્યની તકો પર ચર્ચા થવા ઉપરાંત નોલેજ શેરિંગ પણ કરવામાં આવ્યું હતું.

AM/NS India હાલ 7 લાખ ટન કલર-કોટેડ સ્ટીલ ઉત્પાદન કરે છે, અને વર્ષ 2026 સુધીમાં આ ક્ષમતા વધારીને 10 લાખ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખે છે. આ વિસ્તરણથી કંપનીનો બજાર હિસ્સો 20-22%થી વધીને 25-27% થવાનો અંદાજ છે.

અગાઉ માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ એવા આર્સેલરમિત્તલના પેટન્ટેડ પ્રોડક્ટ Optigal®નું AM/NS Indiaએ ગયા વર્ષે ભારતમાં અનન્ય ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન શરૂ કર્યુ છે.

શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું હતું કે, “ગુજરાત જેવાં મહત્વના બજારમાંથી, આયોજિત સંમેલનમાં ચેનલ પાર્ટનર્સની મોટી સંખ્યામાં હાજરી Optigal®માં તેમનો રસ સ્પષ્ટ કરે છે. આ મંચે અમને Optigal® વિશે વધુ માહિતી પૂરી પાડવાની અને ચેનલ પાર્ટનર્સ સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક આપી છે. ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ના અમારા ઉદ્દેશ સાથે, અમે અમારા ચેનલ પાર્ટનર્સ માટે વધુ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ પૂરું પાડવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. કંપની પાસે Optigal®ના વિસ્તરણ માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની મજબૂત યોજનાઓ તૈયાર છે.”

Optigal®નાં વૈવિધ્યપૂર્ણ ગુણધર્મો તેને અનેક ઉદ્યોગો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે, જેમ કે રૂફિંગ, ફેન્સિંગ, અને રહેણાંક તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં ક્લેડિંગ માટે, સંપૂર્ણ વિશ્વાસપાત્ર મટીરિયલ્સ અને વિશાળ આર્કિટેક્ચર પ્રોજેક્ટ જેવા કે એરપોર્ટ્સ, ઔદ્યોગિક વેરહાઉસ અને સ્ટેડિયમ કે જ્યાં હાઈ પર્ફોમન્સ સ્ટીલની આવશ્યકતા છે, તેવી જગ્યાએ પણ તે ખૂબ ઉપયોગી છે.

ગુજરાતના ચેનલ પાર્ટનર્સે Optigal®ને ઉત્સાહ સાથે આવકાર આપ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આ નવીન ઉત્પાદન તેમના વ્યવસાયમાં નવા મુકામો સ્થાપિત કરશે.

SHARE

Related stories

Latest stories