Adani Ports Q3FY2023 : અદાણીની કંપનીનો નફો 16% ઘટ્યો, આગામી નાણાકીય વર્ષમાં રૂપિયા 5000 કરોડની લોન ચૂકવશે-India News Gujarat
- Adani Ports Q3FY2023 : અદાણી પોર્ટ્સ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 24%ના બજાર હિસ્સા સાથે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ કંપની છે.
- કંપનીના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કંપની નવ મહિનાના સમયગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે વૃદ્ધિ કરી રહી છે.”
- હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી.
- વધતા વિવાદો વચ્ચે હવે અદાણી ગ્રુપ માટે વધુ એક માઠાં સમાચાર આવ્યા છે.
- અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
- ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કંપનીને ભારે નુકસાન થયું છે.
- કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16% ઘટીને ₹1,315.5 કરોડ થયો છે.
- અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે કંપની રૂ. 5000 કરોડની લોન ચૂકવવા પર વિચાર કરી રહી છે.
- કંપનીનો શેર આજે ઈન્ટ્રાડે ટ્રેડમાં 4.50% વધીને રૂ.564 પર ટ્રેડ થયો હતો જે બાદમાં થોડા કરેક્શન સાથે 555.95 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો.
નફા-નુકસાન ઉપર એક નજર
- PAT માં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ઘટાડો Q3FY23 માં વધુ રહ્યો છે.
- કંપનીએ સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં ₹1,677.48 કરોડનો નફો નોંધાવ્યો હતો. તેની સરખામણીમાં આ ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 21.58% ઓછું છે.
- Q3FY23 માં કામગીરીમાંથી આવક રૂ. 4,786.17 કરોડ હતી જે Q3FY22 માં રૂ. 4,071.98 કરોડથી 17.54% વધી હતી.
- FY23 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5,210.80 કરોડની સરખામણીએ, તે 8.15% નીચું છે.
- FY23 ના નવ મહિનાના સમયગાળા માટે અદાણી પોર્ટ્સની આવક 16% YoY વધીને ₹15,055 કરોડ થઈ હતી
- જ્યારે EBITA વાર્ષિક ધોરણે 19% વધીને ₹9,562 કરોડ થઈ હતી.
- PAT વાર્ષિક ધોરણે 11% વધીને ₹4,252 કરોડ થયો છે.
કંપનીનું નિવેદન
- અદાણી પોર્ટ્સ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 24%ના બજાર હિસ્સા સાથે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ કંપની છે.
- કંપનીના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કંપની નવ મહિનાના સમયગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે વૃદ્ધિ કરી રહી છે.”
- ઉપરાંત, અદાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ હાઈફા પોર્ટ કંપની, IOTL, ICD , ઓશન સ્પાર્કલ અને ગંગાવરમ પોર્ટના વ્યવહારો પૂર્ણ કર્યા છે અને તેના બિઝનેસ મોડલને ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં રૂપાંતરિત કરવાની દિશામાં સારી પ્રગતિ કરી રહી છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 16% ઘટ્યો
- દિવસની શરૂઆતમાં, અદાણી પોર્ટ્સે આજે તેના નાણાકીય વર્ષ 2022-23ના Q3 પરિણામો જાહેર કર્યા.
- કંપનીએ આ સમયગાળા દરમિયાન તેના નફામાં વાર્ષિક ધોરણે 16 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે રૂ. 1,315.4 કરોડ નોંધાયો હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 1567 કરોડ રહ્યો હતો.
- ડિસેમ્બર 2022ના ક્વાર્ટરમાં અદાણી પોર્ટની આવક વાર્ષિક ધોરણે 17.5 ટકાના વધારા સાથે રૂ. 4786.2 કરોડ રહી હતી.
- જણાવી દઈએ કે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક 4072 કરોડ રૂપિયા હતી.
તમે આ પણ વાંચી શકો છો-
Adani Enterprises FPO : આજે ખુલ્યો ગૌતમ અદાણીની કંપનીનો FPO
તમે આ પણ વાંચી શકો છો-