HomeBusinessA Day Seminar Was Held/એસ.સી.અને એસ.ટી. યુવક-યુવતીઓની આર્થિક સ્વાયત્તતા અને જાગૃત્તિ માટે...

A Day Seminar Was Held/એસ.સી.અને એસ.ટી. યુવક-યુવતીઓની આર્થિક સ્વાયત્તતા અને જાગૃત્તિ માટે એક દિવસીય સેમિનાર યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

ભારત સરકારના એસ.સી./એસ.ટી.હબ દ્વારા અડાજણ ખાતે એસ.સી.અને એસ.ટી. યુવક-યુવતીઓની આર્થિક સ્વાયત્તતા અને જાગૃત્તિ માટે એક દિવસીય સેમિનાર યોજાયો

ભારત સરકારના એસ.સી./એસ.ટી. હબ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-સુરત, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ONGCના સહયોગથી સ્નેહ સંકુલ ભવન, આનંદ મહેલ રોડ, અડાજણ ખાતે એસ.સી.અને એસ.ટી. યુવક-યુવતીઓ, સખી મંડળીઓને આર્થિક રીતે સ્વાયત્ત બનાવવા માટે તેમજ સમાજના લોકો પણ નાના-મોટા વ્યવસાય-રોજગાર થકી આર્થિક લાભ મેળવે તે અંગેનું સેમિનાર યોજાયું હતું.


આ સેમિનારમાં નેશનલ એ.સી./એસ.ટી. હબ સ્કીમ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉદ્યોગ ક્ષેત્રેમાં સિદ્ધિ મેળવનાર અનુસૂચિત જાતિ-જનજાતિના ઉદ્યોગસાહસિકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રે તેમને થયેલા અનુભવો શેર કર્યા હતા.


નોંધનીય છે કે, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ. અનુ. જનજાતિ હબ (NSSH) એ SC-ST ઉદ્યોગસાહસિકો માટે સહાયક ઈકોસિસ્ટમ વિકસાવવા માટે લક્ષિત સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, ભારત સરકારના મંત્રાલય દ્વારા એક પહેલ છે. NSSH નો મુખ્ય ઉદ્દેશ SC-ST સાહસોને સાર્વજનિક ખરીદી પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધારવા અને આ નીતિના આદેશને હાંસલ કરવા માટે સમર્થન આપવાનો છે. આ યોજના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. (NSIC), ભારત સરકારના સાહસ દ્વારા અમલી કરાઈ રહી છે.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ફોર એફર્મેટીવ એક્શનના પશ્ચિમ ભારતના પ્રમુખ નાથુ સોસા, ચેરમેન સુનિલ ઝોડે, મુંબઈના ડેપ્યુટી ડાયરેક્ટર કસ્તૂરીબેન, આર.જે.પટેલ ( નિવૃત આઈ.એ.એસ), મનહર ભેસાણિયા (નિવૃત,આઈ.આર.એસ), બેન્ક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર બી.આર.ચૌધરી, ઓએનજીસીના અરૂણ સેઠી અને મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories