HomeBusiness43rd Organ Donation/સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૩મુ અંગદાન/India News Gujarat

43rd Organ Donation/સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૩મુ અંગદાન/India News Gujarat

Date:

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૩મુ અંગદાન

પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રહેતા ચીક્ષાચાલક બાપુજી ધનગરના બે કિડનીઓનું દાન થકી બે વ્યક્તિઓને મળશે નવજીવન

અંગદાન મહાદાનની ઉકિતને સાર્થક કરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થયું હતું. મુળ મહારાષ્ટ્રના પોહરે તાલુકાના ચાલિસગાવ વતની અને પલસાણા તાલુકાના ગંગાધરા ગામની રહી સોસાયટી ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા ૫૨ વર્ષીય બ્રેઈનડેડ બાપુજી તાન્હા ધનગરની બે કિડની દાન પ્રાપ્ત થયું હતું. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી ૪૩મુ અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાપુજી તાન્હા ધનગર તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ રીક્ષા ચલાવીને સાંજે ૧૦:૩૦ ઘરે આવ્યા હતા. રીક્ષામાંથી ઉતરીને અચાનક પડી ગયા હતાં. જેના કારણે માથાનાં ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ જમીને સુઈ ગયાં હતાં. સવારે બેભાન હાલતમાં હોવાથી નજીક્ના પલસાણાની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલનાં તબીબોના કહેવાથી તા.૧૦/૦૯/૨૦૨૩ વાગે સવારે ૦૯:૫૩ વાગે ૧૦૮માં ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સધન સારવાર બાદ તા.૧૨/૦૯/૨૦૨૩ના રોજ ૧૨:૩૮ AM વાગે ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ, ન્યુરો સર્ઝન ડો.કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ધનગર પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેમની પરિવારમાં પત્ની માંડાબાઇ તથા ત્રણ પુત્રીઓમાં વર્ષાબેન, પુજાબેન, દિપાલીબેન તથા પુત્ર વૈભવભાઈ ધનગર છે.
આજે તા.૧૨મીએ સવારે બ્રેઈનડેડ બાપુજીના બે કિડનીઓનું દાન સ્વીકારીને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી.
આમ સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના નર્સિગ, સિકયુરીટી સ્ટાફ સૌના સહિયારા પ્રયાસોના પરિણામે આજે ૪૩મું સફળ અંગદાન થયું હતું.

SHARE

Related stories

Latest stories