HomeAutomobilesSpicejet: દુબઈ-મદુરાઈની ફ્લાઈટ મોડી પડી, 24 દિવસમાં 9મી ઘટના-India News Gujarat

Spicejet: દુબઈ-મદુરાઈની ફ્લાઈટ મોડી પડી, 24 દિવસમાં 9મી ઘટના-India News Gujarat

Date:

Spicejet: વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દુબઈ-મદુરાઈની ફ્લાઈટ મોડી પડી, 24 દિવસમાં 9મી ઘટના-India News Gujarat

  • Spicejet:DGCAએ 6 જુલાઈના રોજ સ્પાઈસ જેટને ‘કારણદર્શક નોટિસ’ ફટકારી હતી.
  • ઉડ્ડયન નિયમનકારે કહ્યું હતું કે બજેટ કેરિયર સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે.
  • SpiceJet Boeing B737 Malfunction: સ્પાઈસજેટની બીજી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી મળી આવી છે.
  • દુબઈથી મદુરાઈ (Dubai-Madurai Flight) જતું સ્પાઈસ જેટનું (SpiceJet) બોઈંગ B737 MAX એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીના કારણે મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે.
  • 24 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની આ 9મી ઘટના છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓએ જણાવ્યું કે 19 જૂનથી સ્પાઈસ જેટના વિમાનમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ સતત સામે આવી રહી છે…..India News Gujarat

 કારણદર્શક નોટિસ ફટકારી હતી

  • આજની ઘટના સહિત આવી કુલ 9 ઘટનાઓ સામે આવી છે.
  • DGCAએ 6 જુલાઈના રોજ સ્પાઈસ જેટને ‘કારણદર્શક નોટિસ’ ફટકારી હતી. ઉડ્ડયન નિયમનકારે કહ્યું હતું કે બજેટ કેરિયર સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે.
  • ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન નંબર VT-SZK સાથેનું બોઈંગ B737 મેક્સ એરક્રાફ્ટે મેંગલુરુથી દુબઈ માટે ઉડાન ભરી હતી.
  • તેમણે કહ્યું કે પ્લેન લેન્ડ થયા બાદ એક એન્જિનિયરે એરક્રાફ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે નોઝ વ્હીલ સામાન્ય કરતા વધુ સંકુચિત હતું.
  • અધિકારીઓએ જણાવ્યું કે આ પછી એન્જિનિયરે ફ્લાઈટને જમીન પર ઉતારવાનો નિર્ણય કર્યો…..India News Gujarat

DGCAએ ‘કારણ દર્શક નોટિસ’ ફટકારી હતી

  • ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સ્પાઈસજેટને ‘કારણ દર્શક નોટિસ’ આપ્યા બાદ ઈન્ડિગો અને વિસ્તારા એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના બનાવો પણ ગયા અઠવાડિયે નોંધાયા હતા.
  • ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 જુલાઈના રોજ બેંગકોકથી આવતા વિસ્તારા પ્લેન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું.
  • જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.
  • વિસ્તારા એરલાઈને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ એન્જિનમાં ઈન્ટીગ્રેટેડ ડ્રાઈવ જનરેટરમાં નાની ખામી સર્જાઈ હતી…..India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો-

Indigo Employee:-ઓછા પગારના કારણે રજા પર ઉતર્યા

તમે આ પણ વાંચી શકો છો-

Indigo Airlines:સીનિયર સિટીઝન માટે લાવી છે The Golden Age ઓફર

SHARE

Related stories

Latest stories