HomeSurat News9 Year Old Assaulted: નરાધમોએ 9 વર્ષની બાળકીને પીંખી નાખી, પડોશમાં રહેતા...

9 Year Old Assaulted: નરાધમોએ 9 વર્ષની બાળકીને પીંખી નાખી, પડોશમાં રહેતા સગીરે મિત્ર સાથે મળી આચર્યું દુષ્કર્મ – INDIA NEWS GUJARAT

Date:

9 Year Old Assaulted: સુરતના ગોડાદરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર નવ વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બે વાર ગેંગરેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને તરુણની અટકાયત કરી લીધી છે. ઘટનાને પગલે ગોડાદરા વિસ્તારના લોકો બન્ને તરુણ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

તરુણે બહેનને બોલાવવા મોકલીને ભાંડો ફૂટ્યો

મંગળવારે સવારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. પતિથી અલગ રહી માતા 19 અને 9 વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે. બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી. આ બાળકીનો પોતાનો ભાઈ છે. આ નવ વર્ષીય બાળકીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું. બહેનપણીનો ભાઈ બોલાવતો હોવાનું સાંભળતા જ 9 વર્ષની બાળકી ધ્રૂજી ઊઠી હતી, જે તેની માતા જોઈ ગઈ હતી. બાદમાં બાળકીએ સાથે જવાનું ના કહી દીધૂ હતું. થોડાક સમય બાદ આ બહેનપણી પરત આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનું જણાવતાં માતાને શંકા ગઈ હતી.

16 થી 17 વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે તે પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું તે સાંભળી માતા ધ્રૂજી ઊઠી હતી. નવ વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે, ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટોભાઈ અને તેનો મિત્ર બેઠા હતા. બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંનેએ છરીની અણીએ ધાકધમકી આપી, મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેના પાંચ દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી.

9 Year Old Assaulted: ત્રણ દિવસ પહેલાં જ ફરી તરુણે રેપ કર્યો

ત્રણ દિવસ પહેલાં પણ બહેનપણીના ભાઈએ છરીની અણીએ રેપ કર્યો હતો. ફરી બળાત્કાર કરવા જ તરુણે તેને બોલાવવા બહેનને મોકલી હોવાનું જણાવતાં તે ઉતાવળે પહેલાં હોસ્પિટલ અને બાદમાં ગોડાદરા પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે ગેંગરેપ અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી બંનેને આરોપીને ડિટેઇન કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Vikrant Masseyએ કારકિર્દીના શરૂઆતી તબક્કા વિશે કર્યો ખુલાસો, દર મહિને 35 લાખ રૂપિયા કમાવા છતાં ટીવી છોડી દીધું

તમે આ પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories