HomeSurat News8 Crore Loot: શેરબજારમાં નૂકસાની જતાં કર્મચારીએ જ રચ્યું હતું લૂંટનું નાટક...

8 Crore Loot: શેરબજારમાં નૂકસાની જતાં કર્મચારીએ જ રચ્યું હતું લૂંટનું નાટક – INDIA NEWS GUJARAT

Date:

8 Crore Loot: શહેરના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા 8 કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ખરેખર તો રૂપિયા લૂંટાયા જ નહોતા. ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું. શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળીયા જ હતાં.

ફરિયાદી દુધાતે શેરબજારમાં ગુમાવ્યા હતા 5 કરોડ

પંદર દિવસ પહેલાં તા. 27મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો. કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરીયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાં ઉતારી ગાડી લઈ નાસી ગયો હતો. આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા.

દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને કહ્યું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું.

8 કરોડની લૂંટની ઘટનામાં ભાંડો ફૂટ્યો

ક્રાઈમ બ્રાંચથી માંડીને કતારગામ પોલીસની ઉંઘ ઉડાવનાર આઠ કરોડની લૂંટ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ દ્વારા શરૂઆતથી જ પુછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પુછપરછમાં નરેન્દ્ર દુધાત ટસનો મસ થયો ન હતો પરંતુ અંતે તે તુટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કંપનીમાંથી તેણે આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાંખ્યા હતા અને તેને કારણે આ લુંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેણે કતારગામ સેઈફ વોલ્ટ માંથી રોકડ રકમ મહિધરપુરા સેઈફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાના બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલોવાળા થેલાઓ મુકયા હતા અને ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લુંટનું નાટક રચ્યું હતું.

8 Crore Loot: કરોડો રૂપિયા ડિમેટ એકાઉન્ટમાં હોવાનો ઘટસ્ફોટ

નરેન્દ્ર દૂધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા 22 વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની 5 વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ – દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર જ સાચવતો હતો. તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી. કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દૂધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટની મદદથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તેમાં તેણે 5 કરોડનું નુકસાન કર્યું હતું. છેલ્લા પાંચ – છ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ અને શેર બજારના રવાડે ચઢેલા નરેન્દ્ર દુધાતે કંપનીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જો કે, આ રૂપિયાનો હિસાબ આપવો ન પડે તે માટે તેણે લુંટનો કારસો રચ્યો હતો. જેના માટે બે અન્ય સાથીઓને પણ લુંટના તરકટમાં નરેન્દ્ર દુધાતે સામેલ કર્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું/INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories