HomeGujaratSurat SMC PPP-ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું...

Surat SMC PPP-ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી-India News Gujarat

Date:

Surat SMC PPP  પ્રોજેકટમાં SMC બેદરકારી કે કૌભાંડ ? 

ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

  • સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
  • સમગ્ર બાબત SMC  ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તેવી પણ સંભાવના છે.
  • સુરત મહાનગરપાલિકાએ(SMC) વર્ષ 2017 માં ઉગત નર્સરી બંધ કરીને તેની જગ્યાએ એમ્યુઝમેન્ટ(Amusement Park ) પાર્ક માટે ખોડલ કોપીરેશનને 10 હજાર ચોરસમીટર જગ્યા આપી હતી પણ પાંચ વર્ષ સુધી એજન્સીએ(Agency ) SMC અધિકારીઓની સાઠગાઠમાં 16 હજાર ચોરસમીટર જગ્યા વાપરી હોવાની શંકા છે . અને વધારાની 6 હજાર ચોરસમીટર જગ્યાના વપરાશનું કોઇ ભાડું ચૂકવ્યું નથી .
  • હવે SMC એ નોટિસ ફટકારીને વધારાના ભાડાની ઉઘરાણી શરૂ કરી છે.
  • પરંતુ ભૂતકાળમાં SMC  અધિકારીઓ અને પાર્ટનર દ્વારા થયેલું કૌભાંડ બહાર આવ્યું છે જેને લીધે PPP મોડલ સામે સવાલો ઉઠયા છે .
  • ખોડલ SMC  સાથે ઉગત નર્સરી હતી તે 10 હજાર ચોરસમીટર જગ્યા વપરાશ કરવા માટે કરાર થયો હતો .
  • SMC એ હિલીયમ બલૂનનું આકર્ષણ બનાવી શરૂ કરાવ્યું હતું .
  • પણ તે ત્રણ વર્ષથી તે બંધ પડયું છે . અને વારંવાર તાકીદ છતા ઇજારદારને કોઇ કામગીરી કરી નહોતી .
  • આ દરમિયાન ઇજારદારે કરાર મુજબની 10 હજાર ચોરસ મીટર જગ્યા ઉપરાંત વધુ 6 હજાર ચોરસ મીટર જગ્યાનો પણ વપરાશ SMC  આવક ઉભી કરવા ગાર્ડનો PPP ધોરણે આપી રહી છે .
  • જેના ભાગરૂપે અહીં જગ્યા ભાડે આપીને એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરીને અહી રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી હતી.

ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

  • હાલમાં ઉગત ગાર્ડન રાજહંસને PPP ધોરણે અપાયા બાદ કામગીરી શરૂ થતા આ વધારાની જગ્યાનો ભાડું ચૂકવ્યા વગર વપરાશનો ઘટસ્ફોટ થયો હતો .
  • છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યા ઇજારદારે વગર ભાડે વાપરી તે અંગે કોઇ ખુલાસો કર્યો નથી SMC અધિકારીઓની સાઠગાઠમાં વધારાની જગ્યા વાપર્યા બાદ હવે ૨હી રહીને SMC એ ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી છે .
  • અને વધુ જગ્યા વાપરી તેનું ભાડું માંગ્યું છે પણ ઇજારદારે હજુ સુધી આ માટે તૈયારી દર્શાવી નથી .
  • જગ્યાનો ઇજારદાર વધુ વપરાશ કરતો હતો તે અધિકારીઓની સાઠગાઠમાં થયેલું કૌભાંડ હોવાની શક્યતા નકારી શકાતી નથી .
  • આમ, એકતરફ SMC તિજોરી તળિયે છે તો બીજી તરફ આ રીતે પણ SMC તિજોરી ખાડામાં જઈ રહી છે.
  • સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
  • સમગ્ર બાબત SMC  ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તેવી પણ સંભાવના છે.

તમે પણ આ વાંચી શકો છો –

સુરતના ગાર્ડન બનશે મેઇન્ટેનન્સ ફ્રી-PPP Model Garden Ready

તમે પણ આ વાંચી શકો છો –

Surat SMC Will hold a competition to paint the walls of the societies : સોસાયટીઓની દિવાલો પર પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

SHARE

Related stories

Latest stories