HomeGujaratthe strength of Surat Fire Department will increase : સુરતમાં આગ ઓલવવાનું...

the strength of Surat Fire Department will increase : સુરતમાં આગ ઓલવવાનું કામ Robot કરશે – India News Gujarat

Date:

Fire brigade અદ્યતન સાધનોમાં કરાયો વધારો – India News Gujarat

શહેરની સાંકડી શેરીઓમાં કે જ્યાં ફાયર બ્રિગેડના વાહનો આસાનીથી ન જઈ શકે અથવા Fire  કર્મીઓ, અધિકારીઓ માટે જોખમ હોય તેવા વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ Robot કરશે. આ રોબોટિક વાહનમાં અત્યાધુનિક થર્મલ ઈમેજીંગ કેમેરા વગેરેની સુવિધા હશે. – Latest News

  • રોબોટિક મશીન નું આજે કરાયું લોન્ચિંગ
  • રિમોટ થી ઓપરેટ થતું રોબોટિક Fire મશીન લવા
  • Robot આગ અકસ્માતના કોલમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી શકાશે.
  • Robot ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને જાનહાનિમાંથી બચાવી શકાશે.

1 કરોડ 42 લાખ 33 હજાર 750 રૂપિયાના ખર્ચે ખરીદાયેલ આ Robot શુક્રવારે લોન્ચ કરવામાં આવશે.Fire brigade વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ચોક બજાર કિલ્લાના પટાંગણમાં ફાયર ફાઈટીંગ રોબોટ, 3 ફોમ કમ વોટર ટેન્ડર અને 2 ફાયર એન્જીન, 2 વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 કરોડ 49 લાખ 4 હજાર 497ના ખર્ચે 3 ફોમ કમ વોટર ટેન્ડર ખરીદવામાં આવ્યા છે. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.

હવે આગ વખતે Robot થી કાબુ મેળવાશે

આ વાહનોનો ઉપયોગ શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈ રાઈઝ ઈમારતો વગેરેની આગમાં અગ્નિશમન માટે પણ થઈ શકે છે. શુક્રવારે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા આ વાહનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત Fire અને ઈમરજન્સી વિભાગ માટે ઓનલાઈન Fire એનઓસી માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ લોન્ચ કરવામાં આવશે.નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના પછી સુરત Fire વિભાગે અગ્નિશમન સાધનો અને વાહનોમાં સતત વધારો કર્યો છે.

આગ બુઝાવવાની કામગીરીમાં મદદરુપ થઇ શકે તેવા અત્યાધુનિક સાધનો વિદેશોથી મંગાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ટર્ન ટેબલ લેડર, હાઈટેક કેમેરા સાથેના ફાયર ફાઇટિંગ સાધનો અને હવે Robot ની મદદથી સુરત Fire વિભાગ પોતાની તાકાત વધારવા જઈ રહ્યું છે. જેના માટે હવે 2 કરોડ 91 લાખ 97 હજાર 996 રૂપિયાના ખર્ચે 2 ફાયર એન્જિન ખરીદવામાં આવ્યા છે. આ વાહનોનો ઉપયોગ શહેરમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરે સ્થળોએ આગ બુઝાવવા માટે થઈ શકે છે. 2 કરોડ 43 લાખ 96 હજાર 232 રૂપિયાના ખર્ચે વોટર બોવર ખરીદવામાં આવ્યા છે. – Latest News

તમે આ વાંચી શકો છો: Surat SMC Will hold a competition to paint the walls of the societies : સોસાયટીઓની દિવાલો પર પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

તમે આ વાંચી શકો છો: Ring Road  કોહીનૂર ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી

 

SHARE

Related stories

Latest stories