HomeGujaratજુવો Video SMC staffને આખલાએ પરસેવો પડાવ્યો- India News Gujarat  

જુવો Video SMC staffને આખલાએ પરસેવો પડાવ્યો- India News Gujarat  

Date:

SMCની હદમાં  મોટા વરાછા વીઆઇપી સર્કલ વિસ્તારની ઘટના– India News Gujarat

સુરત શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિ દિન વકરી રહી છે. SMC staff દ્વારા રખડતા ઢોરને ઝડપીને પાંજરાપોળમાં લઇ જવાનું અભિયાન સતત ચલાવવામાં આવે છે. જો કે, આજે SMC staffને ફરિયાદ મળી હતી કે, મોટા વરાછા વીઆઇપી સર્કલ વિસ્તારમાં રખડતો આખલો વાહન ચાલકો અને આવતા જતા લોકોને પરેશાન કરે છે. જેથી SMC staffના માણસો મોટી સંખ્યામાં આ આખલાને ઝડપી લેવા માટે ઢોર ડબ્બો લઇને ગયા હતા. જ્યાં ભારે જહેમત બાદ આખલાને બાંધવામાં તેમને સફળતા મળી હતી. જો કે, તોફાને ચડેલા આ માતેલા આખલાએ SMC staffને ભર બપોરે બરાબર પરસેવો પડાવ્યો હતો. ખાસ કરીને જ્યારે તેને બાંધી દેવામાં આવ્યો ત્યાર બાદ ઢોર ડબ્બામાં તેને ચડાવવાનો હતો ત્યારે SMC staff દ્વારા લાંબા સમય સુધી માથાકુટ કરવામાં આવી હતી. જો કે, તેમ છતા આખલો એટલું તોફાન મચાવતો હતો કે, કોઇની હિંમત પણ થઇ ન હતી કે, તેની આસપાસ ફરકી શકે. જો કે, આખરે SMC staffને આ આખલાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.- India News Gujarat

 SMCએ રખડતા ઢોર અંગે અલગ નીતિ બનાવી છે– India News Gujarat

સુરત શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે. ખાસ કરીને પશુ પાલકો દ્વારા પોતાના ઢોરને ખુલ્લા રોડ પર છોડી મુકવામાં આવે છે. જ્યારે સાંજ પડે ત્યારે આવા ઢોરને તેઓ લઇ આવે છે. શહેરના અનેક વિસ્તારોની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે SMCએ અલગ નીતિ બનાવી છે તેમજ SMCની હદમાં રહેતા તમામ પશુ પાલકોએ પોતાના પશુને એક ચીપ લગાવવાની રહેશે એવુ SMC કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.- India News Gujarat

SMCના નિર્ણયનો પશુ પાલકોએ વિરોધ કર્યો છે– India News Gujarat 

SMC દ્વારા શહેરમાં રખડતા ઢોર અંગે જે નીતિ બનાવવામાં આવી છે તેની સામે પશુ પાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પશુ પાલકો દ્વારા આ મામલે કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારના નીયમો બનાવવામાં ન આવે એવુ પણ તેમનું કહેવુ છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-SMCની સામાન્ય સભામાં આપ ભાજપ વચ્ચે કાશ્મીર ફાઇલ ફિલ્મ પર ગરમા ગરમી

આપ આ પણ વાંચી શકો છોઃ-Action Taken Against Four Seniors For Running Junior Doctor : ચાર રેસીડન્ટ ડોક્ટર 60 દિવસ માટે સસ્પેન્ડ

SHARE

Related stories

Latest stories