HomeGujaratCongress rally against price rise- 25 કાર્યકરોની અટકાયત - India News Gujarat

Congress rally against price rise- 25 કાર્યકરોની અટકાયત – India News Gujarat

Date:

 Congress દ્વારા સુરતમાં ધરણા પ્રદર્શન- ચક્કાજામ – India News Gujarat

સતત વધી રહેલી મોંધવારી વચ્ચે સુરત શહેર  Congress દ્વારા આજે શહેરના અઠવા ગેટ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે રેલી કાઢીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. શહેર  Congressના નેતાઓ અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક  Congress કાર્યકરો ગેસ સિલિન્ડર તેમજ કેરબામાં પેટ્રોલ લઇને આવ્યા હતા. તેમજ તમામ  Congressના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે,  Congressના કાર્યકરોએ જાહેર રોડ પર જ દેખાવો કરતા જિલ્લા સેવા સદન વિસ્તારમાં વાહનોની કતાર લાગી ગઇ હતી અને કાર્યકરોએ ચક્કાજામ કરી દેતા લાંબા સમય સુધી ટ્રાફીક જામની સ્થિતિ જોવા મળી હતી.  Congressના અગ્રણી નેતાઓ દ્વારા ક્લેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યુ હતું. – India News Gujarat

Congressના 25 અગ્રણીઓની પોલીસે અટકાયત કરી – India News Gujarat

આજે બપોરે જિલ્લા સેવા સદન સામે એકત્ર થયેલા Congressના કાર્યકરો અને નેતાઓ દ્વારા ભારે દેખાવો કરવામાં આવ્યા હતા. એક તબક્કે પોલીસ સાથે Congress કાર્યકરો અને નેતાઓ ઘર્ષણમાં ઉતરશે એવુ લાગતું હતું. જો કે, તેમ છતા પોલીસે શરૂઆતમાં સંયમ રાખ્યો હતો. તેમજ Congress કાર્યકરો અને નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ Congress કાર્યકરો અને નેતાઓ વધુને વધુ ઉગ્ર દેખાવો કરવા લાગતા આખરે પોલીસે Congress કાર્યકરો અને નેતાઓને ડિટેઇન કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી. પોલીસે Congressના નેતાઓ અને કાર્યકરો વિગેરેને મળીને કુલ 25થી વધારે અગ્રણીઓની અટકાયત કરી હતી. તેમજ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. – India News Gujarat

મુખ્ય શું માંગણી છે Congressની – India News Gujarat

  • સતત વધતા પેટ્રોલ ડિઝલના ભાવ પર અંકુશ મુકવાની માંગણી Congress દ્વારા કરવામાં આવી છે
  • Congress દ્વારા ગેસ ભાવ વધારો પાછો ખેંચવાની પણ માંગણી કરવામાં આવી છે
  • આવેદનપત્રમાં Congress દ્વારા ભાજપ શાસીત રાજ્યોમાં સામાન્ય લોકોની મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી છે
  • Congressના કાર્યકાળમાં પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં હતા એવુ પણ જણાવાયું છે
  • જે પ્રકારે ભાવ વધી રહ્યા છે તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી હોવાનું Congressએ જણાવ્યુ છે
  • જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો Congress આ આંદોલન લોકો વચ્ચે લઇ જશે

-સતત વધતા ભાવ સામે Congressનો વિરોધ છે – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Action Taken Against Four Seniors For Running Junior Doctor : ચાર રેસીડન્ટ ડોક્ટર 60 દિવસ માટે સસ્પેન્ડ

આપ આ પણ વાંચી શકો છોઃ-surat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે

 

SHARE

Related stories

Latest stories