Congress કાર્યકરો દ્વારા મોંઘવારી વિરૂદ્ધ ધરણા – India News Gujarat
Gujarat વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે Congress દ્વારા આજે સુરતમાં મોંઘવારી વિરૂદ્ધ ધરણા–પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર કચેરની બહાર મોટી સંખ્યામાં Congress કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી વિરૂદ્ધ યોજવામાં આવેલા કાર્યક્રમને પગલે એક તબક્કે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Congress ના કાર્યકર્તાઓ દ્વારા ગેસ સિલિન્ડર અને પેટ્રોલના કેરબા લઈને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત વધી રહેલા સીએનજીના ભાવ, પેટ્રોલના ભાવ, દૂધના ભાવ વગેરે મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.– Latest News
સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે સતત ભાવ વધારા મુદ્દે આક્રોશ ઠાલવ્યો – India News Gujarat
જેમાં સુરત શહેર Congress પ્રમુખ નૈષધ દેસાઈ, તુષાર ચૌધરી અને કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક સહિત પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. અઠવા લાઈન્સ જિલ્લા કલેકટર કચેરી બહાર રાંધણ ગેસના બોટલ સાથે પહોંચેલા Congress કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે સતત ભાવ વધારા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.આ સંદર્ભે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં રોજેરોજ વધારો થઈને આવી રહ્યો છે. સરકારને કોઈ યોગ્ય નીતિ ન હોવાને કારણે વિરોધ પ્રદર્શન કરવું જરૂરી છે.
નવા હોદ્દેદારોમાં ઉત્સાહ
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘણા દિવસો બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ દ્વારા પણ મોંઘવારીના વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સંગઠનની અંદર નવા નિમાયેલા હોદ્દેદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
25થી વધુ નેતા – Congress કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી – India News Gujarat
સુરત શહેર Congress પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ખાનગી કંપનીઓના માલિકોને લાભ થાય તેમજ મોટા ઉદ્યોગપતિઓના હિતને ધ્યાને લઈને જ નિર્ણય લે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા અને સાથે તેમને કોઈ લેવાદેવા ન હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. બીજી તરફ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સુરત શહેર Congress પ્રમુખ સહિત 25થી વધુ નેતા – કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.– Latest News
તમે આ વાંચી શકો છો: surat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે
તમે આ વાંચી શકો છો: Action Taken Against Four Seniors For Running Junior Doctor : ચાર રેસીડન્ટ ડોક્ટર 60 દિવસ માટે સસ્પેન્ડ