HomeGujaratsurat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં...

surat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે -India News Gujarat

Date:

ડ્રીમ પ્રોજેક્ટ એવા Metro Rail ની કામગીરી પુરઝડપે -India News Gujarat

surat Metro Rail માટે સિંગલ , કર્ડ , ક્રોસિંગ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક(Track ) બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં (Underground ) ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા Metro Rail ની કામગીરી પુરઝડપે ચાલી રહી છે .

સુરતમાં એલિવેટેડ રૂટના પીલરના કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે જરૂરી એવા ટનલ બોરીંગ મશીનના ટેસ્ટીંગની કામગીરી પણ પુર્ણ થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાત Metro Rail કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ -1 તેમજ ફેઝ -2 ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે. – LATEST NEWS

શહેરમાં Metro નાં કુલ 39 સ્ટેશન આકાર લેશે

  • જેથી સુરત Metro ની કામગીરી પણ ઝડપ પકડી રહી છે.
  •  જીએમઆરસી દ્વારા સુરત Metro માટે જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.
  • શહેરમાં Metro નાં કુલ 39 સ્ટેશન આકાર લેશે .
  •  વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે .
  • ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું Metro સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે .
  •  રૂપાલી કેનાલ પાસે Metro સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે.

વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે -India News Gujarat

રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . તેમજ વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે . સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે .

એટલે કે Metro ની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે . કારણકે અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે . સુરત Metro ના રૂટમાં ઘણી વિવિધતા હોવાથી સિંગલ ટર્નઆઉટ , કર્વ ટર્નઆઉટ , ક્રોસિંગ ટર્નઆઉટ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક એવા વિવિધ પ્રકારના ટ્રેક હશે .

સરથાણા અને ડ્રીમ સિટી વચ્ચેનો ડાયમંડ કોરિડોર શરૂ થયો છે -India News Gujarat -India News Gujarat

શહેરમાં Metro Rail ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરથાણા અને ડ્રીમ સિટી વચ્ચેનો ડાયમંડ કોરિડોર શરૂ થયો છે. ચોક સ્થિત કાપોદ્રા અને ગાંધીબાગ વચ્ચે જમીન નીચેથી Metro Rail દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રોના ભૂગર્ભ નેટવર્કની સાથે આ એક્સ્ટેંશનમાં સ્ટેશનો સ્થાપવાનું મુશ્કેલ કાર્ય વહીવટીતંત્ર માટે પડકારરૂપ બનશે.

કુલ છ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાંથી મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ચોક એક્સટેન્શનમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે પૂરતી જગ્યા નથી. મનપા તંત્રએ ટિકિટ વિન્ડો, પ્લેટફોર્મ અને ટ્રેક સહિતની સુવિધાઓ સાથે સ્ટેશન બનાવવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરી છે. એન્જિનિયરિંગની અજાયબીઓ વચ્ચે સુરત શહેરમાં અંડરગ્રાઉન્ડ Metro માટે બે જગ્યાએ સ્પ્લિટ સ્ટેશન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. – LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Mexicoમાં fabrics  exportની સુરતમાં વિશાળ તક

તમે આ વાંચી શકો છો: Surat Police CCTV- 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

 

SHARE

Related stories

Latest stories