HomeGujaratMexicoમાં fabrics  exportની સુરતમાં વિશાળ તક- India News Gujarat

Mexicoમાં fabrics  exportની સુરતમાં વિશાળ તક- India News Gujarat

Date:

Mexico સુરતના કાપડ ઉદ્યોગકારો માટે નવું માર્કેટ બની શકે છે – India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી Mexicoમાં વ્યાપાર – ઉદ્યોગની રહેલી તકો’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે Mexico ઇનકોર્પોરેશન મેકિસન્કના મેનેજિંગ પાર્ટનર અને લીડ કન્સલ્ટન્ટ એમેકા જોહ્‌ન એની એસ્ક દ્વારા ઉદ્યોગ સાહસિકોને Mexicoમાં વ્યાપાર – ઉદ્યોગની તકો વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમેકા જોહ્‌ન એની એસ્કે જણાવ્યું હતું કે, Mexico માં ખૂબ જ મોટા પ્રમાણમાં ગારમેન્ટ ફેકટરીઓ સ્થપાયેલી છે. રેડીમેડ ગારમેન્ટ બનાવવાનો મોટો ઉદ્યોગ હોવાથી ત્યાં કાપડની માંગ વધારે રહે છે. સુરત ટેકસટાઇલના હબ તરીકે ઓળખાય છે ત્યારે સુરતમાં ઉત્પાદિત થતા વિવિધ ફેબ્રિકસની ત્યાં માંગ વધારે છે. આથી ઉદ્યોગ સાહસિકો માટે સુરતથી વિવિધ ફેબ્રિકસનું ઉત્પાદન કરીને Mexicoમાં એકસપોર્ટ કરવા માટે વિશાળ તક રહેલી છે. બીજીતરફ, Mexicoમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બિઝનેસ માટે પણ ઘણી તકો રહેલી છે. આ ઉપરાંત કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારો માટે સ્માર્ટ સોલ્યુશનની ખૂબ જરૂરિયાત છે.- India News Gujarat

Mexicoનો ગારમેન્ટ ઉદ્યોગ ખુબ વિશાળ- India News Gujarat

યુરોપ અમેરિકાના દેશોમાં Mexicoના ગારમેન્ટ ઉદ્યોગની આગવી ઓળખ છે. ખાસ કરીને Mexicoની ઘણી એવી કંપનીઓ છે જેની બ્રાન્ડ ઇમેજ ખુબ જ સારી છે. સુરતના જથ્થાબંધ વેપારીઓ જો Mexicoના ગારમેન્ટ તેમજ રેડીમેઇડ ઉદ્યોગની અગ્રણી કંપનીઓ સાથે ઓમઓયુ કરે તો Mexicoની બ્રાન્ડ વેલ્યુનો સીધો લાભ તેમને મળી શકે તેમ છે. ખાસ કરીને સુરતમાં હાલમાં કાપડ ઉદ્યોગકારો દ્વારા અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે એટલે Mexicoમાં તેમના માટે તક છે એમ કહી શકાય.- India News Gujarat

ટેકનીકલ ટેકસટાઇલ અને ફિલ્ટર મેન્યુફેકચરીંગ બિઝનેસ વિશે ચર્ચા- India News Gujarat

ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના ચેરમેન મોક્ષેશ ઝોટાએ વકતાનો પરિચય આપ્યો હતો. એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું અને અંતે તેમણે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન પણ કર્યું હતું.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Chamber તથા CMAIના સંયુકત ઉપક્રમે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિશે વર્કશોપ યોજાયો

આપ આ પણ વાંચી શકો છોઃ-GJEPC ના પ્રોજેકટ The India Jewellery Exposition સેન્ટરનું દુબઈ ખાતે ઉદઘાટન

 

 

SHARE

Related stories

Latest stories