લેન્ડિંગ વખતે સુખોઈ-30 FIGHTER પ્લેનનું ટાયર ફાટ્યું
ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI FIGHTER જેટ બુધવારે પુણે એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે તેનું ટાયર ફાટ્યું હતું. જેના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાં સુધી રનવેનું કામ ખોરવાઈ ગયું હતું.
તપાસ બાદ રનવે પર ફ્લાઈટની ગતિવિધિઓ ફરી શરૂ થઈ
બુધવારે પુણે એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુખોઈ-30 MKI FIGHTER જેટ અહીં લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેનું ટાયર ફાટ્યું હતું. એરફોર્સના અધિકારીઓએ રનવે ક્લિયર કર્યો હતો. જરૂરી તપાસ બાદ રનવે ફ્લાઈંગ એક્ટિવિટી માટે ખોલવામાં આવ્યો હતો.વાસ્તવમાં, પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટની સેવાઓ લોહેગાંવ સ્થિત ભારતીય વાયુસેના સ્ટેશનથી સંચાલિત થાય છે. અહીં એરફોર્સના પાયલટોને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તે વાયુસેનાના સુખોઈ વિમાનનો આધાર છે.
શું કહ્યું સંરક્ષણ મંત્રાલયે?
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર પુણે એરપોર્ટ પર સુખોઈ 30 એમકેઆઈ FIGHTER એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે રનવે પર અવરોધ સર્જાયો હતો. એરફોર્સના જવાનોએ 30 માર્ચે બપોરના સમયે રેકોર્ડ સમયમાં વિમાનને હટાવવામાં સફળતા મેળવી હતી. જેના કારણે થોડા સમય માટે નાગરિક વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ મામલે વધુ માહિતી મળવાની બાકી છે.
આ પણ વાંચી શકો : GIFT OF PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ, કર્યું મધ્યપ્રદેશના લોકોનું ઘરનું સ્વપ્ન પૂર્ણ
આ પણ વાંચી શકો : Secret of Pakistani PM’s Third Wife : શું ‘બુશરા બીબી’નો કાળો જાદુ ઈમરાનની સરકારને બચાવી શકશે?