Rise in oil prices: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો-LATEST NEWS
Rise in oil prices:
પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે ફરી સિંગ તેલ અને કપાસિયા તેના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,690 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે.-INDIA NEWS GUJARA
Rise in oil prices
રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારત સહિત આખા વિશ્વ પર પડી રહી છે. યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો આ તકનો લાભ લઇ રહ્યા છે. મંગળવારના રોજ ગુજરાતમાં સિંગતેલના ભાવમાં 20 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. તેની સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2690, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં 290 અને કપાસિયા તેલમાં 275 રૂપિયાનો ભાવ વધારો થયો છે. અન્ય તેલના ભાવની વાત કરીએ તો પામોલીન તેલ 2370, સરસવ 2500, સન ફ્લાવર 2470, કોર્ન ઓઈલ 2340, વનસ્પતિ ઘી 2530, કોકોનેટ 2620, દિવેલ 2400 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.INDIA NEWS GUJARAT
Rise in oil prices
આ ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગના લોકોની કમર ભાંગી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ, શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે તેના પ્રમાણમાં આવક વધી રહી નથી. લોકો હવે કર કસર કરીને જીવી રહ્યા છે. સામાન્ય વર્ગ હવે વધારાના ખર્ચા પર કાપ મુકી રહ્યો છે. ખાદ્યતેલના ભાવોમાં વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. આ ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.-INDAI NEWS GUJARAT