HomeGujaratGJEPC ના પ્રોજેકટ The India Jewellery Exposition સેન્ટરનું દુબઈ ખાતે ઉદઘાટન-India News...

GJEPC ના પ્રોજેકટ The India Jewellery Exposition સેન્ટરનું દુબઈ ખાતે ઉદઘાટન-India News Gujarat

Date:

દુબઈમાં ભારતીય ઝવેરાતના સ્ત્રોત તરીકે વિશ્વ માટે One-stop destination પુરવાર થશે -India News Gujarat

GJEPC કે જે  ભારતની રત્ન અને ઝવેરાતના વેપારની સર્વોચ્ચ સંસ્થા છે, એના દ્વારા આજે તેના પ્રકારનું પ્રથમ એવું The India Jewellery Exposition IJEX નું દુબઈ ખાતે અનાવરણ કર્યું. IJEX એ ખાસ કરીને GJEPC માટે વૈશ્વિક બિઝનેસ ટચપોઇન્ટ છે GJEPC ના મેમ્બર્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવાનું માધ્યમ પૂરું પાડવા ના આશય થી GJEPC દ્વારા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન શ્રી પિયુષ ગોયલ, માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ, ભારત સરકાર, ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે ડૉ.અમન પુરી, ભારતના કોન્સ્યુલ જનરલ, દુબઈ; શ્રીકર રેડ્ડી, જોઈન્ટ સેક્રેટરી (WANA) DOC; શ્રી કોલિન શાહ, ચેરમેન, GJEPC; શ્રી લચલન ગાયડે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇથારા; શ્રી વિપુલ શાહ, વાઇસ ચેરમેન, GJEPC; સબ્યસાચી રે, ED, GJEPC પણ આ કાર્યક્રમ માં જોડાયા હતા.-India News Gujarat

IJEXનું પ્લેટફોર્મ GJEPCના સભ્યોને મદદરૂપ થશે -India News Gujarat

IJEX એ વિશ્વ માટે દુબઈમાં ભારતીય જ્વેલરી મેળવવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. IJEXનું પ્લેટફોર્મ GJEPC સભ્યોને, સમગ્ર વર્ષ દરમિયાન, સામાનનું પ્રદર્શન યોજવા અને ઓર્ડર બુક કરવામાં મદદરૂપ નીવડશે. વર્ષના ૩૬૫ દિવસ એક્સિબિશન, ભારતની વિવિધ શ્રેણી ની જ્વેલરી ને, ખરીદીના ચારેય સીઝન્સ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવાનું માધ્યમ પુરવાર થશે. આ પ્રસંગે GJEPC અને ઈથરા, દુબઈ સાથે એક કરાર કર્યો છે. ઈથરા, એ દુબઈ ની મિનિસ્ટ્રી ઑફ ઈકોનોમી અંતર્ગત આવતી એક સંસ્થા છે અને એમણે ડીએરા, દુબઈ ખાતે હયાત ગોલ્ડ સૂકના વિસ્તરણ માં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈથરા સ્થિત IJEX તમામ ખાડીના દેશોને ભારત ના GJEPC ના વ્યાપારીઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. -India News Gujarat

10 બિલિયન ડોલરના એક્સપોર્ટનો લક્ષ્યાંક સિધ્ધ થશે -India News Gujarat

GJEPC ને અભિનંદન પાઠવતા પિયુષ ગોએલે જણાવ્યુ કે, “ભારત અને UAE વચ્ચે CEPA કરાર, કે જે ૧લ્લી મે થી અમલ માં આવનાર છે, તેના બાદ આ પ્રથમ મોટું પગલું કહી શકાય. મને ખાતરી છે કે આ IJEX કેન્દ્ર, UAE અને ભારત વચ્ચે વ્યાપાર ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પૂરા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત સરકાર સક્રિયપણે “બ્રાન્ડ ભારત”ને પ્રોત્સાહન આપી રહી છે અને રત્ન અને આભૂષણ એ અમારા મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે. GJEPC ના ચેરમે કોલીન શાહે જણાવ્યુ કે, IJEX એ વિશ્વ માટે દુબઈમાં ભારતીય જ્વેલરી મેળવવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. આ સેંટર વિશ્વને ભારતના કુશળ જ્વેલર્સ વિષે જાણવા અને સમઝવાની એક તક પૂરી પાડશે. IJEX નું સમયસરનું લૌંચિંગ ભારત અને UAE વચ્ચે જ્વેલરીના એક્સપોર્ટ વયવસાય ને 10 બિલ્યન USD ના લક્ષ્યાંક સુધી પહોચડવામાં મદદરૂપ થશે.”-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Jio mart Instant Delivery- બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી

આપ આ પણ વાંચી શકો છોઃ-GST Theft -સરકારએં વસૂલ્યા 96.86 કરોડ રૂપિયા

SHARE

Related stories

Latest stories