HomeGujaratGujarat Narmada Tapi Par river link project postponed : તાપી પાર રિવર લિંક...

Gujarat Narmada Tapi Par river link project postponed : તાપી પાર રિવર લિંક યોજના સ્થગિત થતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ – India News Gujarat

Date:

Narmada Tapi Par river link project  સ્થગિત 

– India News Gujarat

નર્મદા તાપી પાર નદી જોડવાની લિંક યોજનાનું દિલ્હી ખાતે આદિવાસી સમાજના ગુજરાતના સાસદ અને ધારાસભ્યોની રજૂઆતના પગલે આ યોજના સ્થગીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવાતા આદિવાસી સમાજમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. તેમજ આજે ઉધના ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

Tapi Narmada River Link Project મામલે આદિવાસી વિરોધના પગલે મોટો નિર્ણય લેવાયો છે. અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં આ પ્રોજેક્ટ સ્થગીત કરવાનો નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે, આદિવાસી વિસ્તારના ભાજપના ધારાસભ્ય-સાંસદો નાણામંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમાં Narmada Tapi River Link Project રોકવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે નેતાઓની રજૂઆત બાદ TNarmada Tapi River Link Project ગુજરાત માટે સ્થગિત કરી દેવાઈ છે.

આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ

ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી

Narmada Tapi River Link Projectt ગુજરાત માટે સ્થગિત કરી દેવાતા સુરત શહેરમાં આવેલા ઉધના ખાતે બીજેપી મુખ્ય કાર્યાલય પર આદિવાસી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.અને સરકાર દ્વારા પ્રોજેકટને કેન્દ્ર સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવતા આદિવાસી વિસ્તારના તમામ લોકોમાં આનંદ ફેલાયો છે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય દ્વારા આ મામલાને ઉઠાવવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગર ખાતે આદિવાસીઓની કૂચ પણ રાખવામાં આવી હતી. કોંગ્રેસ આ મામલે કોઇ રાજકીય લાભ ખાટી જાય એ પહેલા જ ભાજપ સરકારે આદિવાસી સમાજની માંગણીને ધ્યાનમાં રાખીને રિવર Narmada Tapi River Link Project પડતો મુકવાની જાહેરાત કરી દીધી છે.

Narmada Tapi Par river link Projectનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઇ રહ્યો હતો. – India News Gujarat

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પારTapi Narmada River Link Project નો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં એકઠા થયેલા આદિવાસીઓની કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે.

ઉલ્લેખનિય છે કે,Narmada Tapi Par river link કોંગ્રેસના સમયમાં અમલમાં આવી હતી અને આ યોજના માત્ર ગુજરાત પૂરતી જ ન હતી અને દેશના અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલી હતી.

તમે આ વાંચી શકો છો: Board exams in surat jail : લાજપોર જેલ ખાતે 64 કેદીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.

તમે આ વાંચી શકો છો: Government grain scam? : 300 ગુણી અનાજ ઝડપાયું

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories