આંતરરાષ્ટ્રીય નાર્કોટિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ
દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય નાર્કોટિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 40 કરોડની કિંમતના હેરોઈન સાથે બે ની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની એક ટીમ મણિપુર, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કાર્ટેલ સક્રિય હોવાની માહિતી હતી જેના ટીમ પર કામ કરી રહી છે.-GUJARAT NEWS LIVE
છટકું ગોઠવી બન્ને ઝડપાયા
24 માર્ચના રોજ, પોલીસને સૂચના મળી હતી કે આ કાર્ટેલના બે સભ્યો – દિનેશ અને નઝીર ઝારખંડમાંથી હેરોઈનનો મોટો કન્સાઈનમેન્ટ ભેગો કર્યો છે અને તે એક વ્યક્તિને આ પુરવઠો પહોંચાડવા માટે દિલ્હી આવવાના છે ત્યારે એક પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. T પોઈન્ટ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર છટકું ગોઠવ્યું હતું અને બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.-GUJARAT NEWS LIVE
ડ્રગ સપ્લાયરનો મોટો ખુલાસો
ત્યારે બંને ડ્રગ સપ્લાયર એ મોટો ખુલાસો કર્યો છે.કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ ડ્રગ્સ સપ્લાયમાં જોડાયેલા હતા.લગભગ 10 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે.આ ડ્રગ્સની કિંમત લગભગ 40 કરોડ થી વધુની માનવામાં આવી રહ્યું છે.બંને આરોપીઓની બેગમાંથી છ કિલો હેરોઈન એટલે કે ત્રણ-ત્રણ કિલો મળી આવ્યું હતું. કારની શોધ દરમિયાન, કારની પાછળની સીટના તળિયે બનાવેલ પોલાણમાં છુપાયેલ અન્ય ચાર કિલો હેરોઈન મળી આવ્યું હતું.-GUJARAT NEWS LIVE