HomeGujaratCongress Revival Plan: અસ્તિત્વ અને નેતૃત્વ સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસનો બેઠા...

Congress Revival Plan: અસ્તિત્વ અને નેતૃત્વ સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસનો બેઠા થવા પ્રયાસ – India News Gujarat

Date:

Congress Revival Plan

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Congress Revival Plan: રાહુલ ગાંધીએ શુક્રવારે હરિયાણા કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી અને દરેકની સમસ્યાઓ સાંભળી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ G-23 ગ્રુપના સભ્ય ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીમાં આગામી દિવસોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ પાર્ટીમાં પરિવર્તનની માંગ તેજ થઈ ગઈ છે અને તેને જોતા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી બે સપ્તાહમાં મોટો નિર્ણય લઈ શકે છે. કોંગ્રેસની અંદર જૂથવાદ અને આંતરિક કલહ એ એક મોટી સમસ્યા છે, જેના કારણે પાર્ટીને ઘણી વખત ચૂંટણીમાં નુકસાન પણ થયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બન્ને રાજ્યોમાં પોતાની તાકાત બતાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. India News Gujarat

કોંગ્રેસ આવનારી ચૂંટણીઓમાં એકતા બતાવશે?

Congress Revival Plan: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીઓમાં એકતા બતાવવા માંગે છે અને તેથી જ પાર્ટીની અંદરના અસંતોષને જલ્દી ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સોનિયા ગાંધીએ હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી અને તેમને ટૂંક સમયમાં જૂથવાદ ખતમ કરવાની સલાહ પણ આપી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ શુક્રવારે હરિયાણા કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી અને બધાને એકજૂટ રહેવાની સલાહ પણ આપી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ 22મી માર્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક યોજી હતી. અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસમાં એકતા ઉપરાંત નવા પ્રદેશ માળખાને પણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 24મી માર્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર કર્યું છે. જોકે આ માળખામાં પરિવારવાદની ક્યાંક ઝલક જોવા મળી હોવાનું રાજકીય પંડિતો કહી રહ્યા છે. India News Gujarat

Congress Revival Plan

મતભેદ દૂર કરવાના પ્રયાસ

Congress Revival Plan: કોંગ્રેસની અંદર રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. એક સમય એવો હતો જ્યારે રાજસ્થાન સરકાર પર સંકટના વાદળો મંડરાતા હતા. હવે કોંગ્રેસ પાર્ટી આ સંકટમાંથી પણ જલ્દી છુટકારો મેળવવા માંગે છે અને તેના વિશે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તે જ સમયે, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ વચ્ચેના મતભેદો પણ જલ્દી દૂર થઈ શકે છે. કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ધ્યાન રાજસ્થાન અને છત્તીસગઢમાં નેતાઓ વચ્ચેના મતભેદોને દૂર કરવા પર છે. India News Gujarat

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાશે

Congress Revival Plan: ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પણ યોજાવાની છે. તેને જોતા કોંગ્રેસ ટૂંક સમયમાં સંગઠનમાં મહામંત્રીઓની નિમણૂક કરી શકે છે. ઘણા મહામંત્રી પણ બદલી શકાય છે. લગભગ 20 ટકા નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. India News Gujarat

આંતરિક કલહથી કોંગ્રેસને થયું નુકસાન

Congress Revival Plan: કોંગ્રેસ પક્ષને આંતરિક કલહને કારણે ઘણું નુકસાન થયું છે. મધ્યપ્રદેશ અને પંજાબ તેના જીવંત ઉદાહરણ છે. મધ્યપ્રદેશમાં સિંધિયા અને કમલનાથ વચ્ચે મતભેદો હતા અને પાર્ટી તેને ઉકેલવામાં નિષ્ફળ રહી હતી. આનું પરિણામ એ આવ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી અને સિંધિયા ભાજપમાં જોડાયા. તે જ સમયે પંજાબમાં પણ પક્ષના નેતાઓના ચરણજીત સિંહ ચન્ની પ્રત્યેના અસંતોષને કારણે કોંગ્રેસને નુકસાન થયું અને કોંગ્રેસ પંજાબમાં સત્તાથી બહાર થઈ ગઈ. India News Gujarat

Congress Revival Plan

આ પણ વાંચોઃ Indian Traditional Medicine System: WHOએ ભારતની પરંપરાગત દવા પદ્ધતિને મંજૂરી આપી – India News Gujarat

આ પણ વાંચોઃ Birbhum Violence Today Updates : पश्चिम बंगाल के रामपुरहाट पहुंची सीबीआई की 30 सदस्यीय टीम

SHARE

Related stories

Latest stories