ભાજપ અને ‘આપ’ વચ્ચે ટ્વિટર વોર
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના BJP વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે.
ત્યારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પણ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું કે ગુજરાતમાં સારૂ શિક્ષણ ન હોત તો ભાજપ વિજેતા ના બન્યુ હોત. હીરોગીરી કરવા ગુજરાતનું મેદાન નથી અને ગોતવું સહેલું નથી.
આવનાર દિવસોમાં 20 હજાર સ્માર્ટ સ્કૂલ બનાવાશે:
જીતુ વાઘાણી આ સાથે ગુજરાતની શાળાઓ અને અગાઉના આયોજનો વિષે જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર શાળા છે. હાલ રાજ્યમાં 54 સ્માર્ટ સ્કૂલ છે પણ આવનાર દિવસોમાં 20 હજાર સ્માર્ટ સ્કૂલ બનાવાશે તેવી જાહેરાત પણ કરી છે. સાથે જ તેને બનાવવાનો સમયગાળો પણ નક્કી કરી દીધો છે. આવનાર 6 વર્ષમાં સ્માર્ટ સ્કૂલો તૈયાર કરી દેવાશે તેના પર પણ વિધાનસભા ગૃહમાં પ્રકાશ પાડયો હતો.સાથે જ શિક્ષણ પર સરકારની કામગીરીને લઈને કહ્યું હતું કે ગુજરાતની જનતા શાણી જનતા છે અને તેને વિકાસનો રસ્તો પકડ્યો છે ગુજરાતના શિક્ષણ અને દિલ્હીના શિક્ષણની સરખાવતા પહેલાં તેઓ 28 વર્ષ શાસનમાં આવે ત્યાર પછી સરખામણી કરે.
મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને શું ફેંક્યો છે પડકાર?
દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું. સારા શિક્ષણની ચર્ચામાં કોંગ્રેસ પણ કુદી દિલ્લી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ટ્વીટર વૉર છેડાયું છે.. જેમાં હવે કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે ગુજરાત અને દિલ્લીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ છે… રાજસ્થાન અને છત્તીસગઢ જઈને જુઓ. ત્યાંની આદિવાસી વિસ્તારોમાં જે સ્કૂલ બની છે જે શિક્ષણની વ્યવસ્થા છે તે જોશો તો તમને લાગશે કે તમે યુરોપિયન કન્ટ્રીમાં આવી ગયા છીએ. ભાજપ અને AAP માત્ર માર્કેટિંગ કરે છે- રઘુ શર્મા તેઓએ ગુજરાત અને દિલ્હીની સરખામણીએ રાજસ્થાન અને છત્તીસગઢની તુલના કરતા જણાવ્યુ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મેડિકલ અને શિક્ષણની બેસ્ટ સુવિધા છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ અને 500 બેડની હોસ્પિટલ છે. ભાજપ અને આપ પર તંજ કસ્તા જણાવ્યું કે પોતાની જગ્યા બનાવવા માટે લોકોને ગુમરાહ કરીને માર્કેટીંગ કરવાનું બંધ કરો.