“NO DRUGS IN SURAT CITY”અંતર્ગત કાર્યવાહી -India News Gujarat
“NO DRUGS IN SURAT CITY” અભિયાન સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી narcotic drugsની બદીને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ narcotic drugsની બદીને ડામવાનાં પ્રયાસ શરૂ કરાયો છે. – Latest News
ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક (DRUGS) દવાઓનું વેચાણ -India News Gujarat
સુરત પોલીસ દ્વારા સુરત શહેરી વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક DRUGS સીરપ તથા અન્ય નશાયુક્ત drugs દવાઓનું વેચાણ કરનાર મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ પગલાં ભરવામાં આવે છે.આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવાના સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.કમિશનરના આદેશ અનુસાર એસ.ઓ.જી પોલીસ દ્વારા 5 અલગ – અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી.
દરમિયાન અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક drugs દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળતા સુરત એસ.ઓ.જી પોલીસ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટ સાથે રાખી અડાજણ ભુલકા ભુવન સ્કુલ પાસે મયુરી એપાર્ટમેન્ટ દુકાન નં .7 માં “ ક્રિષ્ણા મેડીકલ સ્ટોર ” ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક રમેશભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રા. ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા DRUGS નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરતા હતા. જેથી ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો જેવી કે , અલ્પાઝપામ , ક્લોનાજેપામ વિગેરે તથા સીરપ જેવી કે કોડીન કોરેક્ષ , કોડીસ્ટાર , રેક્સોન અને કોડી કોલ્ડ વિગેરેનો નીચે મુજબનો જથ્થો કબ્જે કર્યો હતો. – Latest News
2360 ટેબલેટ અને 223 નશાકારક સિરપ કબ્જે કરી -India News Gujarat
શહેર પોલીસે નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ ટેબલેટ નંગ -2360 નશાકારક સિરપ બોટલ નંગ -223 ઉપરોક્ત મેડીકલ સ્ટોરમાંથી કબ્જે કરવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ drugs વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી તેઓ દ્વારા મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે ગેરકાયદેસર દવા વેચનાર લોકોમાં હાડકંપ મચી જવા પામ્યો છે.
સુરત શહેરમાં ચાલતા નશાના કારોબારને તોડી પાડવા માટે સુરત પોલીસ સક્રિય છે. સુરત પોલીસ દ્વારા આ કારોબારને તોડી પાડવા હાથ ધરવામાં આવતી હોય છે. આ દરોડાની કામગીરી કરી નશાના કારોબાર સાથે જોડાયેલા લોકોને ઝડપી પાડી પોલીસ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે ત્યારે narcotic drugsની બધી જ નાબૂદ કરવા માટે સુરત પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી ને મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુક્ત દવાઓ narcotic drugs નું વેચાણ થાય છે. આ બાબતે દરોડા પાડીને સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે નશા કારક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો છે. અને આવી દવા વેચાતા મીડીકલ સ્ટોર પર પગલાં ભરવાની કાર્યવાહી તેજ કરી છે. – Latest News
તમે આ વાંચી શકો છો: jari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે
તમે આ વાંચી શકો છો: IPL 2022-રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો