HomeGujaratPresident in Gujarat Assembly: લોકશાહીમાં લોકોના પ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે:...

President in Gujarat Assembly: લોકશાહીમાં લોકોના પ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે: રાષ્ટ્રપતિ કોવિંદ – India News Gujarat

Date:

President in Gujarat Assembly

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: President in Gujarat Assembly: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે (24 માર્ચ, 2022) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના સ્પીકર નીમાબહેન આચાર્ય અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વિધાનસભાના સભ્યો તેમના મતવિસ્તાર અને રાજ્યના લોકોના પ્રતિનિધિઓ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લોકો તેમને પોતાના ભાગ્યનિર્માતા માને છે. તેમની સાથે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે. લોકોની આ આકાંક્ષાઓને પૂર્ણ કરવાના પ્રયાસો તમામ ધારાસભ્યો માટે સર્વોપરી હોવા જોઈએ. India News Gujarat

આઝાદી અને તેના અમૃત મહોત્સવની ઉજવણી માટે ગુજરાત શ્રેષ્ઠ

President in Gujarat Assembly: રાષ્ટ્રપતિ એવા સમયે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વાતને ટાંકીને રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદી અને તેના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે ગુજરાત કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ગુજરાતના લોકો સ્વતંત્ર ભારતની કલ્પના કરવામાં અગ્રેસર હતા. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝ શાહ મહેતા જેવી હસ્તીઓએ ભારતીયોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. સ્વતંત્રતાના આ સંઘર્ષને ગુજરાતના લોકોનો સતત સહકાર મળ્યો હતો  અને આખરે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તે ભારતની આઝાદીમાં પરિણમ્યો. India News Gujarat

President in Gujarat Assembly
ગુજરાત વિધાનસભામાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

મહાત્મા ગાંધીએ વિશ્વને નવો રાહ ચીંધ્યોઃ રાષ્ટ્રપતિ

President in Gujarat Assembly: રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના સૂત્ર ‘અહિંસા’નું મહત્વ આપણને સમજાય છે. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ગુજરાતનો ઇતિહાસ અનોખો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય. સત્યાગ્રહનો મંત્ર સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદ સામે એક અમોઘ શસ્ત્ર તરીકે સ્થાપિત થયો હતો. બારડોલી સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ અને દાંડી કૂચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને ન માત્ર નવો આકાર આપ્યો, પરંતુ વિરોધની અભિવ્યક્તિ અને જન આંદોલનના આચરણને પણ એક નવું પરિમાણ આપ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી માત્ર એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમનું કદ તેનાથી પણ વધારે ઊંચું છે. India News Gujarat

રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણાં ક્રાંતિકારી પગલાં લીધાં

President in Gujarat Assembly: રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુજરાત વિધાનસભાએ આ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણાં ક્રાંતિકારી પગલાં લીધાં હતા. ગુજરાત પંચાયત વિધેયક, 1961 અને ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1961 દ્વારા અનુક્રમે સ્થાનિક સ્વરાજ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિશીલ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍક્ટ, 1999 વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ભવિષ્યલક્ષી કાયદાઓ બનાવવાની દિશામાં આ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ઍક્ટ, 2017 પણ નોંધનીય છે. તેમણે ગુજરાતની બહુઆયામી પ્રગતિમાં ગુજરાતની વર્તમાન અને અગાઉની સરકારો તેમજ ગુજરાત વિધાનસભાના વર્તમાન અને ભૂતકાળના સભ્યોના યોગદાન બદલ પ્રશંસા કરી હતી. India News Gujarat

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત વિકાસ મોડલનું ઉદાહણઃ રાષ્ટ્રપતિ

President in Gujarat Assembly: રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિકાસ મોડલને એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે દેશના કોઈપણ પ્રદેશ અને રાજ્યમાં લાગુ કરી શકાય છે. સાબરમતી રિવરફ્રન્ટ શહેરી પરિવર્તનનું એક મુખ્ય ઉદાહરણ છે. અહીંયા પર્યાવરણને સુરક્ષિત રાખીને સાબરમતી અને તેના રહેવાસીઓ વચ્ચેના સંબંધોને નવો આયામ આપવામાં આવ્યો છે. નદી કિનારે વસેલા દેશના અન્ય તમામ શહેરો માટે આ એક સારું ઉદાહરણ બની શકે છે. India News Gujarat

ઉજ્જવળ ભવિષ્ય માટે પગલાં ભરવાની આપણી ફરજ

President in Gujarat Assembly: રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પગલાં ભરવાની આપણી ફરજ છે, જેથી વર્ષ 2047માં જ્યારે ભારત તેની શતાબ્દીની ઉજવણી કરી રહ્યું હોય, ત્યારે તે સમયની પેઢી તેમના દેશ પર ગર્વ અનુભવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત સરકાર, રાજ્ય સરકારો અને દેશના નાગરિકો ભારતના શતાબ્દી વર્ષને સુવર્ણયુગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસના પંથે આગળ વધવાનું ચાલુ રાખશે. India News Gujarat

President in Gujarat Assembly

આ પણ વાંચોઃ Supreme Court Orders On Covid 19 Death: કોવિડથી મૃત્યુના કિસ્સામાં, સંબંધીઓને 60 દિવસમાં વળતર ચૂકવવું પડશે – India News Gujarat

આ પણ વાંચોઃ North East Delhi Riots : दिल्ली दंगों में जेल काट रहे उमर खालिद को नहीं मिली बेल

SHARE

Related stories

Latest stories