HomeSurat NewsStd-10-12 board examમાં વિદ્યાર્થીઓને Traffic જામની મુશ્કેલી ન આવે તે માટે ખાસ...

Std-10-12 board examમાં વિદ્યાર્થીઓને Traffic જામની મુશ્કેલી ન આવે તે માટે ખાસ મિટીંગ મળી-India News Gujarat

Date:

 શહેરમાં ઠેર ઠેર ખોદકામ અને વિકાસના કામથી થાય છે Traffic જામ –  India News Gujarat 

સુરત મહાનગર પાલિકા કમિશનર, મેયર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની આજે એક ખાસ મિટીંગ મળી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં આગામી 28મી માર્ચથી શરૂ થઇ રહેલી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ board examમાં વિદ્યાર્થીઓને Traffic સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ હતું. ખાસ કરીને સુરત શહેરમાં હાલમાં મેટ્રો રેલની કામગીરી ઠેર ઠેર ચાલી રહી છે. ઉપરાંત સુરતના ધોરી માર્ગ સમાન ગણાતા રિંગરોડ પર પણ ટેક્સટાઇલ માર્કેટ ફ્લાય ઓવર બ્રીજ રિપેરીંગ માટે બે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ board exam આપવા માટે જવાના છે તેમને Traffic ની સમસ્યાનો સામનો કરવાનો વખત આવે એવી સંભાવના છે. જેથી શહેરની Traffic વ્યવસ્થા સુચારૂ રહે તેનું board exam દરમ્યાન આગોતરૂ આયોજન કરવાની આવશ્યકતા હોવાથી Traffic અંગે આયોજન કરવા આ મિટીંગ રાખવામાં આવી હતી. -India News Gujarat

સુરત Traffic પોલીસ આપશે સહકાર-India News Gujarat

  • સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ મિટીંગમાં એવુ જણાવ્યું હતું કે, સુરત શહેરના જે મુખ્ય Traffic જંકશનો છે કે જ્યાં વધારે માત્રામાં Traffic જામ થવાની સંભાવના છે ત્યાં વધારાના ટીઆરબી જવાનો અને Traffic પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવશે. આ તમામ લોકો દ્વારા Traffic જામ ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. જેના કારણે સ્થિતિ સામાન્ય રહી શકે અને વાહન ચાલકો Traffic જામમાં ન ફસાય તેની તકેદારી રાખવામાં આવશે. India News Gujarat
  • ક્યા સ્થળો પર થઇ શકે છે Traffic જામ
  • સુરત શહેરના સ્ટેશન વિસ્તારમાં થઇ શકે છે Traffic જામ
  • વરાછા મેઇન રોડ બરોડા પ્રિસ્ટેજ પાસે થઇ શકે છે Traffic જામ
  • વરાછા મેઇન રોડ મીની હીરા બજાર પાસે થઇ શકે છે Traffic જામ
  • રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમા થઇ શકે છે Traffic જામ
  • બોમ્બે માર્કેટ ગરનાળા, સ્મિમેર હોસ્પિટલ પાસે થઇ શકે છે Traffic જામ
  • લંબે હનુમાન રોડ  માતાવાડી વિસ્તારમાં થઇ શકે છે Traffic જામ
  • કાપોદ્રા ચાર રસ્તા નજીક થઇ શકે છે Traffic જામ
  • કાદરશાની નાળ આસપાસ થઇ શકે છે Traffic જામ
  • ચોક બજાર વિસ્તારમાં થઇ શકે છે Traffic જામ
  • ચોક બજાર પાલિકા કચેરી નજીકના વિસ્તારમાં થઇ શકે છે Traffic જામ

આપ આ પણ વાંચી શકો છોઃ-petrol dieselમાં નવ મહિનામાં કેન્દ્રને ડ્યુટી પેટે મળ્યા રૂ.3.31 લાખ કરોડ

આપ આ પણ વાંચી શકો છોઃ- Housing Scam : 13 વર્ષમાંજ આવાસ જર્જરિત

 

SHARE

Related stories

Latest stories