HomeGujaratBoard Exam Guide Line: બોર્ડ પરીક્ષાની ગાઇડ લાઇન જારી થઇ -India News...

Board Exam Guide Line: બોર્ડ પરીક્ષાની ગાઇડ લાઇન જારી થઇ -India News Gujarat

Date:

Board Examની ગાઇડ લાઇન જારી થઇ 

 

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 28મી માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Board Examનો પ્રારંભ થવાનો છે. આ તબક્કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા Board Exam જે શાળાઓમાં લેવાશે તેની ગાઇડ લાઇન જારી કરવામાં આવી છે. –LATEST NEWS

આગામી 28 માર્ચથી શરૂ થશે પરીક્ષા -India News Gujarat

આગામી તારીખ 28મી માર્ચથી Board Exam શરૂ થઇ રહી હોવાથી શાળામાં બેઠક વ્યવસ્થા જોવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે તારીખ 27મી માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં જઇને જોઇ શકશે. તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે પરીક્ષા ખંડમાં 30 મિનીટ વહેલા આવવાનું રહેશે ત્યાર બાદ દર રોજ જ્યારે પેપર હોય ત્યારે 20 મીનીટ વહેલા પ્રવેશ કરવાનો રહેશે.–LATEST NEWS

 

ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશ,સીસી ટીવી કેમેરા મુકાશે. -India News Gujarat

બોર્ડ દ્વારા જારી કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં આવશે તેમણે ફરજીયાત પણે બુટ, મોજા, ચપ્પલ પરીક્ષા ખંડની બહાર કાઢવાના રહેશે. તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજીયાત પણે બંધ રાખવાના રહેશે તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.શાળા અને આસપાસના વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકાશે. –LATEST NEWS

પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળધાણાથી કરવામાં આવશે -India News Gujarat

પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે. પરીક્ષા અગાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓના કાઉન્સીલીંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.–LATEST NEWS

કોરોનાને કારણે બે વર્ષ પછી થશે બોર્ડ એક્ઝામ

તમે આ વાંચી શકો છો: Two Killed As Wall Collapses During Renovation Of Old Building : સુરતમાં દીવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા,બેનાં મોત 

તમે આ વાંચી શકો છો: 24 newborns were found abandoned in bush in 2 years, 10 died : સુરતમાં 2 વર્ષમાં 24 નવજાત શિશુઓ ઝાડીમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા

SHARE

Related stories

Latest stories