ICC Womens World Cup 2022
ICC Womens World Cup 2022 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન હરમનપ્રીત કૌરે ICC મહિલા વર્લ્ડ કપ 2022માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. આ સાથે, હરમનપ્રીત હવે ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેણે શનિવારે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ઓસ્ટ્રેલિયા (ભારત વિમેન્સ વિ ઓસ્ટ્રેલિયા વિમેન્સ) સામે ચાલી રહેલી મેચમાં અણનમ 57 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.-Gujarat News Live
Innings Break!
Solid show by #TeamIndia to post 2⃣7⃣7⃣/7⃣ on the board! ? ? #CWC22 | #INDvAUS
6⃣8⃣ for captain @M_Raj03
5⃣9⃣ for @YastikaBhatia
5⃣7⃣* for vice-captain @ImHarmanpreet
3⃣4⃣ for @Vastrakarp25Over to our bowlers now. ?
Scorecard ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/EAqhkwqL4O
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
હરમનતપ્રીતે માત્ર 47 બોલમાં પોતાની કારકિર્દીની 15મી ફિફ્ટી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં આ તેની બીજી અડધી સદી છે. તેણે 47 બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતના હવે આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં 256 રન છે. આ સાથે તેણે સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી છે, જેણે અત્યાર સુધી 226 રન બનાવ્યા છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 10 રનનું યોગદાન આપ્યું હતું. હરમનપ્રીત કૌરે પૂજા વસ્ત્રાકર સાથે સાતમી વિકેટ માટે 46 બોલમાં 64 રનની ભાગીદારી કરી કારણ કે ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 277 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હરમનપ્રીતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5, 71, 109, 14 અને અણનમ 57 રન બનાવ્યા છે.-Gujarat News Live
આ પણ વાંચો-યશના ચાહકોને મળશે ભેટ, જાણો KGF Chapter 2 નું પહેલું ગીત ‘તુફાન’ ક્યારે રિલીઝ થશે
લવ