Chief Representativeની મુલાકાત ફળદાયી રહ્યાનો દાવો-India News Gujarat
ધી સધર્ન ગુજરાત Chamber ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા અને Chamber’s Consulate Liaison and International Business Delegation Committeeના ચેરમેન હર્ષલ ભગતે દુબઇ ખાતે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. દુબઇ ખાતે Dubai Chamber of Commerceના એડવાઇઝર તથા Chief Representative જો પૌલો પેકસો સાથે મિટીંગ કરી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકસપોર્ટને વધારવા માટે ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે આ પ્રયાસના ભાગરૂપે Chamber ઓફ કોમર્સ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દુબઇ થઇને એકસપોર્ટ વધારવાની દિશામાં દુબઇ ખાતેની આ મિટીંગમાં મહત્વની ચર્ચા કરી હતી.-India News Gujarat
વિશ્વના દેશોમાં સુરતની પ્રોડક્ટની નિકાસ પહોંચે એવા પ્રયાસો કરાશે-India News Gujarat
Dubai Chamber of Commerceના એડવાઇઝરે દુબઇ થકી વિશ્વના જુદા–જુદા દેશોમાં સુરતથી વિવિધ પ્રોડકટનું એકસપોર્ટ વધારવા માટે મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. એના માટે અમેરિકા, આફ્રિકન કન્ટ્રીઝ, ગલ્ફ કન્ટ્રીઝ, એશિયન અને યુરોપિયન કન્ટ્રીઝ ખાતે Dubai Chamber of Commerceની વિવિધ ઓફિસો દ્વારા પણ સંકલન સાધવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે Chamberના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોને દુબઇના તમામ બિઝનેસ સેકટર જેવા કે ટેકસટાઇલ, ડાયમંડ, ઓટો મોબાઇલ, એન્જીનિયરીંગ, જ્વેલરી, ફૂડ એન્ડ એગ્રોટેક, ફાર્મા એન્ડ કેમિકલ્સમાં જોડાવવા માટે અપીલ કરી હતી.–India News Gujarat
તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે નવી તક ઉભી થશે-India News Gujarat
સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે દૂબઇમાં ખુબ જ મોટી તકો રહેલી છે. ખાસ કરીને ત્યાં હાલમાં ચાઇનાથી મોટા પ્રમાણમાં કાપડ આવે છે પરંતુ જો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો નિકાસ બાબતે ધ્યાન આપીને આ તકનો લાભ લે તો દૂબઇના કાપડ ઉદ્યોગના ટ્રેડર્સ છે તે સુરતના કાપડને પ્રાધાન્ય આપવા તત્પર છે. આવનારા દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગકારો માટે આ એક મોટી તક ઉભી થાય એવી સંભાવના હોવાનું પણ Chamber પ્રમુખે જણાવ્યું હતું.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Seminar on Semco Style Org Selfie- ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું