માથાનો દુખાવો બનેલા સ્નેચરોને પકડી પાડવા 280 કરતા વધારે સ્નેચરોને એક જગ્યા પર એકત્ર કરી પોલીસ સાથે કરાવી Identification parade
સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ક્યારે સુરત પોલીસ કમિશનરે ગુનાખોરી ડામવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે ગુનેગારોને શોધવા અને ઓળખવા માટે નવી રીત અપનાવી છે.ગુજરાતમાં પહેલી વાર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા નવી રીત અપનાવામાં આવી છે. જેમાં ગુનેગારોને શોધવા અને ઓળખવા નવી રીત અપનાવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ અને હાલમાં ચેન સેન્ચરોના ગુનામાં સડવાયેલા ઇસમોને એક જ ગ્રાઉન્ડમાં એક જ જગ્યા પર ભેગા કરી ઓળખ Identification parade યોજાઈ
–LATEST NEWS
લૂંટ સ્નેચિંગમાં સંકળાયેલા 280 જેટલા ઇસમોને એક સાથે ભેગા કર્યા -India News Gujarat
સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને બ્રાન્ચમાં પકડાયેલ કે અગાઉ પકડાયેલા કે આવી પ્રવુતિ સાથે સંકળાયેલા 280 વ્યક્તિઓને એકી સાથે ભેગા કરી અનેક સૂચનાઓ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી, સાથે આ ગુનેગારનો રસ્તો છોડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું,
સાથે શહેરની ડીસીબી, પીસીબી અને એસઓજીના માણસો ઝોન વાઇઝ ડી-સ્ટાફના માણસો સાથે ઓળખ કરવામાં આવી હતી. કોઈ લૂંટ કે સ્નેચિંગની ઘટના બને તો કેવા ઇસમોને પોલીસે અટકવવા અને પકડવા માટે સૂચના આપવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મીઓ આ ઇસમોને ચહેરા ઓળખે તે માટે ઓળખ પરેડ રાખવામાં આવી હતી. પોલિસ કમિશનર દ્વારા આ 280 જેટલા ઇસમોને સૂચનો પણ કર્યા હતા. –LATEST NEWS
માહિતી મેળવી વિગતવાર પ્રોફાઇલ બનાવવામાં આવેલી -India News Gujarat
આ તમામ 280 આરોપીઓની વિગતવાર પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવેલ જેમાં ” આ તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિ, લેટેસ્ટ મોબાઇલ નંબરો, લેટેસ્ટ ફોટોગ્રાફ્સ, ગુના વખતે વાપરેલ બાઇક, હાલમાં કયુ વાહન બાઇક વાપરે છે ગુના કરતી વખતે સાથે આવેલ અન્ય સહ-આરોપીની વિગત, મુદ્દામાલ મોબાઇલ ચેઇન સ્નેચીંગનું શુ કરેલ હતું. આ મુદ્દામાલનો કેવી રીતે નિકાલ કરેલ હતો “ વિગેરે માહિતી મેળવી વિગતવાર પ્રોફાઇલ બનાવવામાં આવેલી.
આ આરોપીઓને વાહન ચેકીંગ દરમ્યાન અન્ય પોલીસ પણ સહેલાઇથી ઓળખી શકે અને તેઓને રોકી હાજરી સંબંધે વિગતવાર પુછપરછ કરી શકે તથા એમ.સી.આર. ચેકીંગ દરમ્યાન પણ આજરોજ બનાવેલ આરોપીઓની પ્રોફાઇલ ઉપયોગી નિવડી શકે તે હેતુથી આ પ્રકારના ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવેલ હતી.