Mahashivratri પર સાડા પાંચ ફૂટ ઘીની શિવજીની મૂર્તિ આર્કષણનું કેન્દ્ર બન્યું, -India News Gujrati
Mahashivratriની દેશ સહીત સુરત જીલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. જ્યાં સુરતના પલસાણાના વાંકાનેડા ગામે શિવજી ની મૂર્તિને લઇ ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું .આ શિવ મંદિરમાં સાડા પાંચ ફૂટની ઘીની શિવજીની મૂર્તિ આર્કષણનું કેન્દ્ર બન્યું છે. -Lates News
શિવજીનો વરઘોડો ગામમાં વાજતેગાજતે નીકળ્યો
-India News Gujrati
સુરત જીલ્લાના પલસાણા તાલુકાના વાંકનેડા ગામે 200 વર્ષ જુના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે સાડા પાંચ ફૂટ અને ૭૫ કિલો ઘી થી નંદી પર સવાર શિવજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. જે આર્કષણ નું કેન્દ્ર બન્યુ હતું. મહાશિવરાત્રી ના પાવન પર્વે નિમિતે શિવ લગ્નની વિધિ,હલ્દી વિધિ અને ભગવાન શિવનો વરઘોડો ઉત્સાહ અને શ્રદ્ધાભેર ગામમાં ફર્યો હતો.જેમાં સેંકડોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાન શિવની ભક્તિમાં લીન થયા હતા. -Lates News
સુરત જીલ્લામાં Mahashivratriની કરાઈ ભવ્ય ઉજવણી:દર્શન માટે ભક્તોની ભીડ જામી
-India News Gujrati
સમગ્ર દેશમાં Mahashivratriની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી. રાજ્યમાં શિવ મંદિરો શિવ ભકતોથી ઉભરાયા હતા.આખા દિવસ દરમ્યાન શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન કરવા મંદિરે લાઈન લગાવી આસ્થા અને શ્રદ્ધા પૂર્વક હરહર મહાદેવ ના નારા થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા હતા.Mahashivratriના પાવન પર્વના કારણે શિવ મંદિરો ને શણગારવામાં આવ્યા હતા. -Lates News
તમે આ પણ વાંચી શકો છો : Mahashivratri-Special-મહા શિવરાત્રીએ શા માટે આરોગવામાં આવે છે પીંડી ?
તમે આ પણ વાંચી શકો છો : Mahashivratri 2022 Fasting Rules-ઉપવાસ કરી રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.