HomeCorona UpdateSMC 80 dhanvantari raths will be closed: 80 ધન્વંતરી રથ મંગળવારથી...

SMC 80 dhanvantari raths will be closed: 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ- India News Gujarat

Date:

SMC Will Closed 80 Dhanvantrirath-સુરત મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે-India News Gujarat

  • SMC : કોરોનાના(corona) સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી(dhanvantri rath) રથો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે
  • કોરોના (Corona) મહામારી દરમ્યાન સુરત મહાનગરપાલિકા (SMC) માટે આર્શીવાદ રૂપ સાબિત થયેલ ધન્વંતરી રથ(dhanvantri rath) હવે આવતીકાલથી એટલે કે મંગળવારથી ભૂતકાળ બનશે…..India News Gujarat

આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી (corona)

  • SMC: આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
  • હાલના તબક્કે રોજીંદા પાંચ – દસ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં દોડાવવામાં આવી રહેલા 80 ધન્વંતરી રથોને આવતીકાલથી બંધ કરવામાં આવશે.
  • કોરોના મહામારીના પ્રારંભ સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ઠેર-ઠેર ટેસ્ટીંગ માટે ધન્વંતરી રથો દોડાવવામાં આવ્યા હતા.
  • એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ 226 જેટલા ધન્વંતરી રથો શરૂ કરવામાં આવ્યા હતા.
  • જે સંખ્યા હાલ ઘટાડીને 80 સુધી કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ઔપચારિક સાબિત થઈ રહેલા ધન્વંતરી રથો (dhanvantri rath) પણ બંધ કરવામાં આવશે…...India News Gujarat

ટેસ્ટીંગ માટે હેલ્થ સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ રહેશે 

SMC :કોરોનાના (corona) સતત ઘટી રહેલા કેસોને પગલે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી ધન્વંતરી રથો(dhanvantri rath) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ શહેરીજનોને આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ માટેની સુવિધા નજીકના હેલ્થ સેન્ટર પર રાબેતા મુજબ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે….India News Gujarat

1,700 કરાર પરના કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ (Corona Worriers)

  • SMC: સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના મહામારીના(corona) સંક્રમણને ધ્યાને રાખીને છેલ્લા પોણા બે વર્ષથી તબક્કાવાર ડોક્ટર, નર્સ, લેબ ટેક્નીશિયન સહિત 1,700 જેટલા કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી.
  • જો કે, આજે આ તમામ કર્મચારીઓનો આજે છેલ્લો દિવસ હોવાને કારણે આવતીકાલથી આ કર્મચારીઓને પણ છુટા કરવામાં આવશે…..India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી-PM Modi Chairs High Level Meeting-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

Mahashivratri 2022 Fasting Rules-ઉપવાસ કરી રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.-India News Gujarat

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories