સુરતના 3.55 લાખ બાળકોને અપાશે Carbevexના ડોઝ-India News Gujarat
Coronaની ત્રીજી લહેર લગભર સમાપ્ત થવા આવી છે ત્યારે હજુ પણ Coronaનો ડર લોકોના મનમાંથી ગયો નથી. આવા સંજોગોમાં સુરત શહેર જિલ્લામાં 12થી 15 વર્ષની વય જૂથના બાળકો માટેની Coronaની Carbevex રસીનો જથ્થો સુરતમાં લાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લાના અંદાજે 3.55 લાખ બાળકોને આ જથ્થો સ્થાનિક આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળો પરથી આપવામાં આવશે. તેમજ આ વય જૂથમાં આવતા બાળકોને Coronaની સંભવિત અસરોથી બચાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.-India News Gujarat
બન્ને ડોઝ 28 દિવસમાં લેવાના રહેશે-Latest news
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, Corona સામે રક્ષણ મેળવવા માટે 12થી 15 વર્ષની વય જૂથના તરૂણોને Carbevexના બન્ને ડોઝ 28 દિવસની સમય મર્યાદામાં આપી દેવા માટેનુ પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં આ જથ્થાને 2 થી 8 ડિગ્રી સેલ્સીયસ તાપમાન પર સંગ્રહિત કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ અંગેની ગાઇડ લાઇન આપવામાં આવશે ત્યાર બાદ સુરત શહેર જિલ્લાના 12થી 15 વર્ષની વય મર્યાદામાં આવતા તમામ બાળકોને Corona Carbevex રસીનો ડોઝ આપવામાં આવશે.-Latest news
કઇ રીતે કોરોના સામે રક્ષણ આપે છે Carbevex વેક્સિન-Latest news
Carbevex એ આપણા દેશમાં વિકસેલી સર્વ પ્રથમ પ્રોટીન આધારીત સ્વદેશી વેક્સિન છે. જેની ક્લિનિકલ ટ્રાયલ દરમ્યાન 80 ટકા સુધી અસરકારક સાબિત થઇ છે. આવા સંજોગોમાં આ રસી Corona વાયરસના એસ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ એસ પ્રોટીન બાળકોના શરીરમાં પ્રવેશતાની સાથે જ શરીરની રોગ પ્રતિકારક શક્તિ સક્રિય થઇ જાય છે અને આપમેળે જ શરીરમાં એન્ટી બોડી ડેવલપ થઇ કોરોના સામે કવચ પુરૂ પાડે છે. નાની ઉમરના બાળકોની આમ પણ ઇમ્યુનિટી હાર્ડ હોય છે અને તેના કારણે રસી મુકાયા બાદ તેઓ Corona સામે વધારે સુરક્ષિત થઇ જશે એવો દાવો રસી ઉત્પાદ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં આગામી દિવસોમાં Carbevex વેક્સિન અંગે પ્રોગ્રામ જાહેર કરવામાં આવશે.-Latest news
આપ આ પણ વાંચી શકો છોઃ-Tik Tok Girl કિર્તી પટેલે એર હોસ્ટેસને લાફા મારી ધમકી આપી
આપ આ પણ વાંચી શકો છોઃ-ગ્રીષ્મા Murder કેસમાં ફેનિલન સામે સેશન્સ કોર્ટમાં તહોમત નામું મુકાયું