વહેમીલા પતિનો પત્ની ઉપર બાળકોની સામે Firing કરી પતાવી દેવાનો પ્રયાસ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક સોસાયટીમાં ગતરોજ મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે Firing કરી પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી હતી. -Latest news
પતિ Firing કરવાજ આવ્યો હતો સુરત
ઈજાગ્રસ્ત મહિલાનો પતી કર્ણાટકનો રહેવાસી છે અને Firing કરવા જ સુરત આવ્યો હતો. અને Firing કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.જયારે પત્નીની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે અને ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હજુ સુધી આરોપીની કોઇ ભાળ મળી નથી.-Latest news
પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો
સુરત જાણે ક્રાઈમ સીટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારો કોઈ પણ ગુનો કરતા જરા પણ અચકાતા નથી જ્યાં સુરતના કતારગામની એક સોસાયટીમાં મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે Firing માં પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. 16 વર્ષના લગ્ન જીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી છે. એટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું તેના મહિલાના બનેવીએ જણાવ્યું છે.-Latest news
તમે આ પણ વાંચી શકો છો :ગ્રીષ્મા murder case કેસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરતી પોલીસ-india news gujrat
તમે આ પણ વાંચી શકો છો :Surat-cyber-crime સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો