HomeGujaratstok marketમાં ટ્રેડીંગ કરવા કરતા SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું:-...

stok marketમાં ટ્રેડીંગ કરવા કરતા SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું:- india news gujarat

Date:

સ્ટોક માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ જ ફાયદાકારક- india news gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ICAI ના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧૬ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી stok market આજે અને આવતીકાલે’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે કોટક એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર નિલેશ શાહે રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નિલેશ શાહે જણાવ્યું હતું કે, વિશ્વમાં થતી ઘટનાઓstok marketને અસર કરે છે. કોવિડ પછી ઓમિક્રોનની વર્તમાન પરિસ્થિતિ stok marketને અસર કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવના પગલે એક જ દિવસમાં market નીચે જતું રહયું હતું. જ્યારે બીજા જ દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ ઘટી ગયાના સમાચાર ફેલાતા market ફરીથી ઉપર ગયું હતું. બજેટ અને જીડીપી ગ્રોથ પણ stok marketને અસર કરે છે. જો કે, ક્રુડ ઓઇલના ભાવને કારણે stok marketમાં ઘટાડો અને ઉછાળો વધારે જોવા મળતો હોય છે. ઓઇલની કિંમતોમાં વધારો થાય એટલે મોંઘવારી વધી જાય છે, રૂપિયાને અસર પહોંચે છે અને ગ્રોથ ઉપર નેગેટીવ ઇમ્પેકટ પડે છે.-india news gujarat

ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ જૂન-2022 સુધી યથાવત રહેશે-india news gujarat

ફોરેન ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટીક ઇન્વેસ્ટર્સ દ્વારા રોકાણ અંગે થતી એકટીવિટી પણ stok marketને અસર કરે છે. વિદેશી રોકાણકારો જ્યારે ખરીદીના મોડ પર આવે છે ત્યારે stok market ઉપર જતું રહે છે અને જ્યારે વેચાણના મોડ પર આવે ત્યારે stok market નીચે જતું રહે છે. એક અંદાજ મુજબ, ફોરેન ઇન્વેસ્ટર્સનો વેચાણ મોડ જૂન ર૦રર સુધી યથાવત રહેશે. જો કે, ચોકકસપણે stok marketમાં શું થશે ? તેના વિશે કશું કહી શકાય નહીં. કારણ કે, વિશ્વમાં ઓમિક્રોનની સ્થિતિ, રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ અને ક્રુડ ઓઇલની કિંમતો વિશે કોઇ સ્પષ્ટ અંદાજ લગાવી શકાય નહીં. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઝડપી ગતિથી આગળ વધી રહયું છે. પાવરની અવેલેબિલિટી હાય થઇ રહી છે. રેલ્વેની સુવિધામાં ઝડપી વધારો થઇ રહયો છે. ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહયું છે તેમજ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે બદલાવ આવ્યો છે અને કેટલાક દેશો તેને અપનાવવા માટે મથી રહયાં છે. આ બાબતોને જોતા ભારત માટે પરિસ્થિતિ અનુકુળ દેખાઇ રહી છે. વિદેશ જતા રહેનારા આઇઆઇટી અને આઇઆઇએમના વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ રહીને નવા નવા ઉદ્યોગો શરૂ કરી રહયાં છે.-india news gujarat

વિદેશી રોકાણકારોની સીધી અસર stok market પર-india news gujarat

આ વર્ષે ભારતનું મેન્યુફેકચરીંગ ગુડ્‌સ એકસપોર્ટ ૪૦૦ બિલિયન યુએસ ડોલર રહેશે. સોફટવેર એકસપોર્ટ ર૦૦ બિલિયન ડોલર રહેશે. રેમીટન્ટ્‌સ ૯૦ બિલિયન ડોલર તથા અન્ય સર્વિસ એકસપોર્ટ પ૦ બિલિયન ડોલર રહેશે. કેટલાક વર્ષોમાં અન્ય સર્વિસ એકસપોર્ટ અને મેન્યુફેકચરીંગ ગુડ્‌સ એકસપોર્ટ એકસરખા થઇ જશે. હાલમાં કેપીટલ માટેની આ સુવિધા આખા ભારતને બદલી રહયું છે. આગામી દસ – પંદર વર્ષમાં ભારત ખૂબ જ ઝડપી ગતિથી ડેવલપ થઇ જશે. આ બધી બાબતો વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે સુવર્ણ તક ઉભી કરે છે. જેની સીધી અસર stok market ઉપર પડશે.-india news gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-ગુજરાત બોર્ડની SSC-HSCની EXAMની તારીખો જાહેર થઇ

આપ આ પણ વાંચી શકો છોઃ- સુરતના ડિંડોલી વિસ્તારમાં Couple Box પર દરોડા

SHARE

Related stories

Latest stories