HomeGujaratCRIME CITY SURATમાં વધુ એક હત્યા- સાપ્તાહિકના તંત્રીને પરિવાર સામે રહેંસી નાંખ્યો...

CRIME CITY SURATમાં વધુ એક હત્યા- સાપ્તાહિકના તંત્રીને પરિવાર સામે રહેંસી નાંખ્યો -INDIA NEWS GUJARAT

Date:

પરિવાર સાથે જઇ રહ્યો હતો જુનેદ ખાન પઠાણ

CRIME CITY SURATમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એક હત્યાની ઘટનાના મુળ સુધી પોલીસ પહોંચે નહીં એ પહેલા જ બીજી હત્યાનો બનાવ બને છે.  આવા સંજોગોમાં ગત રોજ સાંજના સમયે રાંદેરના અડાજણથી વેડ દરવાજાને જોડતા ચંન્દ્રશેખર આઝાદ બ્રિજ પર સુરતના એક સાપ્તાહિકના માલિક કમ તંત્રીને તેના પરિવારની સામેજ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી રહેંસી નાંખવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી તેમજ હત્યારાઓનું પગેરૂ દબાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આ હત્યા પારિવારીક ઝઘડામાં થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.  – INDIA NEWS GUJARAT

પત્ની અને ત્રણ દિકરીઓ સામે જ જુનેદખાનને 17 ઘા ઝીંક્યા

સુરતમાં સાપ્તાહિક અખબાર ચલાવતો  જુનેદ ગફુરખાન પઠાણ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે ગત રોજ સાંજે બાઇક પર રાંદેરથી શાહપોર જવા નીકળ્યો હતો. જ્યારે તે ચંન્દ્રશેખર આઝાદ બ્રીજ પર પહોંચ્યો ત્યારે પાછળથી કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી જુનેદ ખાન નીચે પટકાયો હતો. તે બાઇક પરથી ઉભો થતાની સાથે જ આ મોકાનો ફાયદો ઉઠાવીને  જુનેદની પત્ની અને તેની ત્રણ દિકરીઓની સામે જ હુમલા ખોર અઝરૂદીન અને તેના ભાઇ નિઝામુદીન સહિત અન્ય એક યુવાને જુનેદને ઉપરા છાપરી રેમ્બો છરાના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે જુનેદ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. – INDIA NEWS GUJARAT

હત્યારાઓએ રેમ્બો છરો મરનારના શરીરમાં છોડીને ભાગી ગયા

જુનેદ ખાનને જાનથી મારી નાંખવાના ઇરાદે આવેલા હત્યારાઓએ તેના ગળાના ભાગે, માથાના ભાગે અને પેટના ભાગે વિગેરે ભાગોમાં 17 જેટલા ઘા માર્યા હતા. જુનેદને પ્રાથમિક સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ હતું. જુનેદની હત્યાની પાછળનું પ્રાથમિક કારણ એવુ આપવામાં આવી રહ્યુ છે કે, જુનેદની પત્ની શગુફતા બેગમના ભાઇ અબ્દુલ રહેમાન અને સલમાન સૈયદને તેના કૌટુંબિક ભાઇ અઝરૂદીન સાથે ઝધડો થયો હતો. જેમાં અબ્દુલ અને સલમાન જેલમાં ગયા હતા જ્યાંથી જુનેદે તેમને મુક્ત કરાવ્યા હતા. આ અદાવતમાં જ સુરતમાં સાપ્તાહિક ચલાવતા તંત્રી જુનેદની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છોઃ-ONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને રહેંસી નાંખી-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છોઃ-સુરત APPના વોટ્સ એપ ગ્રુપમાં અસ્લીલ સ્ટીકર મુકાતા ભડકો -India News Gujarat

SHARE

Related stories

Latest stories