TEXTILE ટ્રેડર્સની ગાડી દોડાવે છે TEXTILE એક્સપ્રેસ
સુરતમાં તૈયાર થતા સાડી ડ્રેસ મટીરીયલ્સના પાર્સલ પહેલા ટ્રક મારફત ઉત્તર તેમજ પશ્ચિમ ભારતમાં મોકલવામાં આવતા હતા. વેપારીઓની માંગણી હતી કે, વેસ્ટર્ન રેલવે દ્વારા જો ખાસ ગુડઝ ટ્રેન ફાળવવામાં આવે કે જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોના જ પાર્સલ હોય તો તેમને વેપારમાં ફાયદો મળી શકે તેમ છે. રેલવે દ્વારા વેપારીઓની આ માંગણીને સ્વિકારીને સુરત નજીકના ચલથાણ તેમજ ઉધના ખાતેથી TEXTILE એક્સપ્રેસ ટ્રેન પાંચ મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનની 100મી ટ્રીપ ચલથાણ રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં એક સાથે 25 ટ્રકમાં સમાઇ શકે એટલા પાર્સલ હોય છે અને રેલવેની ઝડપી સેવાને કારણે સુરતથી રવાના થયેલી TEXTILE એક્સપ્રેસ બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી બીજા જ દિવસે પહોંચી જાય છે. જેના કારણે એમ કહી શકાય કે, સુરતના TEXTILE ટ્રેડર્સની ગાડી TEXTILE -INDIA NEWS GUJARAT
અત્યાર સુધીમાં કેટલા પાર્સલ રવાના થયા
સુરતથી દેશના ખૂણે-ખૂણે ટેકસટાઇલ ગુડ્સ રવાના કરતાં ટેક્સ્ટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટર્સે રેલવેની આ સેવાનો લાભ લેવાનું શરૂ કર્યુ છે. જેથી બિહાર અને પશ્ચિમ બંગાળના વિવિધ શહેરો માટે મોટી સંખ્યામાં ટેકસટાઇલના પાર્સલો ટ્રેન મારફત જઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 23 હજાર ટન જેટલ ટેક્સ્ટાઇલ ગુડ્ઝના નામે 3.5 લાખથી વધુ પાર્સલોમાં મોકલવામાં આવ્યા છે જેના કારણે વેપારીઓને અને પાર્સલ મંગાવનારા બન્નેને લાભ થઇ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં સુરતના વેપારીઓ દ્વારા TEXTILE એક્સપ્રેસના માધ્યમથી રૂપિયા 1250 કરોડની કિંમતના પાર્સલ રવાના કરવામાં આવ્યા છે. ચલથાણ અને ઉધના રેલવે સ્ટેશન ખાતેથી આ વિશેષ પાર્સલ ટ્રેન રવાના થાય છે. એક ટ્રેનમાં 25 ટ્રકનો 9.200 ટન માલ રવાના થાય છે. ટેક્સ્ટાઇલ ગુડ્ઝના ટ્રાન્સપોર્ટર્સ ભેગાં મળીને બોગી બુક કરાવે છે. રેલવેની આ સુવિધાનો લાભ શહેરના ટ્રાન્સપોર્ટર્સ ઉઠાવી રહ્યાં છે. -INDIA NEWS GUJARAT
ટ્રાંન્સપોર્ટર્સ શું કહે છે?
સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ યુવરાજ દેશલેએ જણાવ્યું હતું કે, સુરતમાંથી પહેલા ટ્રક મારફત પાર્સલ જતા હતા. જે ઉત્તર ભારતમાં પહોંચતા ખુબ સમય લાગતો હતો. પરંતુ રેલવે તંત્રએ ગુડઝ ટ્રેનની સુવિધા શરૂ કરી તેનાથી સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો થયો છે. ખાસ કરીને પરપ્રાંતના વેપારીઓને ઝડપથી પાર્સલ મળી જાય છે અને સલામત રીતે પાર્સલ મળતા થયા છે. -INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો –નવી મુંબઇમાં SURAT પોલીસે લુંટારૂઓને ઘેરી પાર પાડ્યુ દિલ ધડક ઓપરેશન – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો – Sputnik Light Vaccine: देश में ”स्पुतनिक लाइट” वैक्सीन को मिली मंजूरी, क्या कोरोना के खिलाफ होगी कारगर साबित?