SURATમાં ત્રણ દિવસ પહેલા થઇ હતી લુંટ
SURAT ના પુણા માં ત્રણ દિવસ પહેલા લુંટની ઘટના બની હતી .આ લુંટ કરીને આરોપીઓ મુંબઇ નાસી છુટ્યા હતા અને SURAT સુરત પોલીસે લુંટારૂઓને નવી મુંબઇ ખાતે મહારાષ્ટ્ર પોલીસને સાથે રાખીને લુંટારૂઓને ઝબ્બે કરવા માટે દિલ ધડક ઓપરેશન હાથ ધર્યુ હતું. ટોળકી પાસે દેશી તમંચા જેવા ઘાતક હથિયારો હોવાથી પોલીસે સતર્કતા દાખવીને તમામ લુંટારૂઓ જ્યાં હતા ત્યાં ઘેરાબંધી કરીને તમામને શરણે આવવા મજબુર કર્યા હતા. INDIA NEWS GUJARAT
CCTVમાં કેદ થઇ હતી લુંટની ઘટના
SURAT શહેરના પુણા ગામ વલ્લભનગર સોસાયટીમાં રહેતો રાહુલ પુરણભાઈ બઘેલ મોબાઇલનો વેપાર કરે છે. વલ્લભનગર પાસે શિવાજીનગરમાં તેની મોબાઇલની દુકાન છે. ગત તારીખ પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે તે દુકાન બંધ કરવાના સમયે દુકાનનું શટર બંધ કરીને અંદર તેના મિત્ર અજય સાથે બેસીને વેપારના રૂપિયાનો હિસાબ રહી રહ્યો હતો. ત્યારે અચાનક ત્રણ લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓની પાસે પાઈપ અને તમંચા હતા. આ ત્રણેય લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવીને‘ જીતના પૈસા હૈ ઉતના દે દો ’ કહેતા તેણે ગભરાઈને દિવસભરની કમાણીના રૂપિયા 30 હજાર લુંટારૂઓને આપી દીધા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારૂઓ ત્યાં થી નાસી છુટવામાં સફળ થયા હતા. જો કે, મોબાઇલ શોપમાં લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરામાં લુંટની આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી. INDIA NEWS GUJARAT
કઇ રીતે ઝડપાયા લુંટારૂઓ
પુણા પોલીસને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે પુણા વિસ્તારમાં મોબાઇલ શોપમાં રૂપિયા 30 હજારની લૂંટ કરનારા લૂંટારૂઓ નવી મુંબઈમાં તુર્ભે વિસ્તારમાં આવેલા ચિંતામણી બિલ્ડીંગમાં સંતાયા છે. તેમની પાસે હથિયાર હોવાની સંભાવના હતી. પીઆઇ ગડરીયાએ તાત્કાલિક એક ટીમ નવી મુંબઈ મોકલી હતી ત્યાં સ્થાનિક પોલીસને તમામ હકિકત જણાવી હતી. ત્યારે સ્થાનિક પોલીસની ટીમ પણ હથિયાર સાથે પુણા પોલીસ સાથે જોડાઈને જે બિલ્ડિંગમાં લૂંટારૂઓ છુપાયા હતા તેને ચારે તરફથી ઘેરી લીધી હતી. પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને ચેતવણી આપીને તેમને સરેન્ડર થવાનું કહેતા લૂંટારૂઓ ગભરાઈ ગયા હતા. ચારે તરફ પોલીસને જોઇને ચિંતામણી બિલ્ડિંગમાં છુપાયેલા લુંટારૂઓ ગભરાઇ ગયા હતા.
કોણ કોણ ઝડપાયું ?
રાજન પલટન સહાની,રાજુ સુરેનાથ ગોસ્વામી,બિપીન ઉર્ફ બીટ્ટુ રામસાગર સહાની અને શમ્સુદ્દીન કમરૂદ્દીન અન્સારી અને નાગનાથ દયાનંદ મુળેકર નામના આ તમામ લુંટારૂઓ પોતાના હાથ ઉંચા કરીને બિલ્ડીંગમાંથી બહાર આવ્યા હતા. પુણા પોલીસે આરોપીઓ પાસેથી બે તમંચા,ચાર કારતુસ, રોકડા 15 હજાર રૂપિયા અને ચાર ફોન મળીને કુલ 71 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા હાલમાં આ તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવાયા બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. INDIA NEWS GUJARAT
તમે પણ આ વાંચી શકો છો – બે કરોડની લુંટનો ભેદ ઉકેલાયો- હૈદરાબાદના વેપારીને લુંટવા સુરતમાં પોલીસ સ્ટેશન સામે ઉભી કરી બોગસ આંગડીયા પેઢી
તમે પણ આ વાંચી શકો છો – Coronavirus World Update विश्वभर में कोरोना की तीसरी लहर हुई स्लो, 18.25 लाख नए केस