HomeGujaratIslam and Intolerance: The Gruesome Murder of Kishan Bharwad

Islam and Intolerance: The Gruesome Murder of Kishan Bharwad

Date:

અભિપ્રાય

ઇસ્લામ અને અસહિષ્ણુતા: કિશન ભરવાડની ધોળા દિવસે હત્યા.

અમદાવાદના ધંધુકા જિલ્લાનો ૨૭ વર્ષીય વ્યક્તિ અને (માંડ) એક મહિનાના બાળકના પિતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જે મુસ્લિમોને સારું ન લાગ્યું. તેઓને લાગ્યું કે તે અનાદરભર્યું છે અને ઇસ્લામિક રીતે આ ઘટનાનો સામનો કરવાનું નક્કી કર્યું: ૨૫ જાન્યુઆરીએ શાંતિપ્રિય મુસ્લિમોની લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડતો વિડિયો પોસ્ટ કરવા બદલ બે મુસ્લિમ યુવકોએ તેની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દીધી. વીડિયોમાં શું હતું?

છઠ્ઠી જાન્યુઆરીએ ફેસબુક પર શેર કરવામાં આવેલ વીડિયો મોહમ્મદ પયગંબરની તસવીર દર્શાવતો હતો. તે કહે છે કે ભગવાન ઇસુના ઉદગાર છે કે તે ભગવાનના પુત્ર છે, મોહમ્મદ કહે છે કે તે ભગવાનના પયગંબર છે, અને શ્રી કૃષ્ણ કહે છે કે તે પોતે ભગવાન છે. આમાંથી કોઈ પણ તેના અંગત નિવેદનો નહોતા. આ એ જ છે જે આપણને સંબંધિત ધર્મોના શાસ્ત્રો દ્વારા અનાદિ કાળથી કહેવામાં આવે છે. જે કોઈ બીજા દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે, તે તેણે હમણાં જ તેની ટાઈમલાઈન પર શેર કરવાનું થયું.

પરંતુ આનાથી સ્થાનિક મુસ્લિમ સમુદાય ઉશ્કેરાયો હતો અને તેઓએ પયગંબરના કહેવાનું પુનરાવર્તન કરીને મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદો નોંધાવી હતી. કિશન પ્રાણી પ્રેમી હતો, અને તેણે નિયમિતપણે મુસ્લિમ કસાઈઓના હાથે ગેરકાયદેસર કતલથી ગાયોને બચાવવાનું સેવા કાર્ય કર્યું. તેની હત્યાના થોડા દિવસો પહેલાં જ મુસ્લિમ યુવકો દ્વારા તેને માફી માંગવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ ઇસ્લામિક સૂચનાઓ મુજબ તે પૂરતું ન હતું.

તે મંગળવારની (૨૫-૧-૨૦૨૨) સાંજના ૫.૩૦ વાગ્યે, તેના પિતરાઈ ભાઈ સાથે તેમના ટુ-વ્હીલર પર મોઢવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતો, ત્યારે બે બાઇકસવારોએ તેનો શિકાર કર્યો, જેમણે તેને પાછળથી ગોળી મારીને હત્યા કરી નાંખી. બે હત્યારાઓ, મોહમ્મદ શબ્બીર (૨૫) અને મોહમ્મદ ઈમ્તિયાઝ પઠાણ (૨૭)ની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. એવું જાણવા મળ્યું હતું કે તેઓએ મોહમ્મદ અયુબ જરાવાલા નામના મૌલવી, જે નિયમિતપણે ઇસ્લામિક કટ્ટરપંથના ભાગ રૂપે ધર્મની નિંદા માટે હત્યાનો ઉપદેશ આપતા હતા, તેમના આદેશ પર ઘાતકી હત્યા કરી હતી. તેણે હત્યારાઓને શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં અને તે દિલ્હીના અન્ય મૌલવીના સંપર્કમાં હતો. સ્વર્ગસ્થ કિશન ભરવાડ પર ગોળીઓ ચલાવનાર મોહમ્મદ શબીર સ્થાનિક ફેરિયો હતો અને તે થોડા સમય પહેલા દિલ્હી સ્થિત મૌલવીના સંપર્કમાં આવ્યો હતો, જેણે બાદમાં અમદાવાદના જમાલપુરના મૌલવી મોહમ્મદ અયુબ જરાવાલા સાથે તેનો પરિચય કરાવ્યો હતો. તે મૌલવી અયુબને ઘણી વખત મળ્યો હતો જ્યાં તેમણે કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, આ ઘટના આતંકના એ સંયોજિત સ્વભાવને દર્શાવે છે જેના પરિણામે પીડિતનું મૃત્યુ થયું.

ઉલ્લેખનીય છે કે હિંદુઓ વિરુદ્ધ આ પ્રકારનો ગુનો પહેલીવાર નથી બન્યો. દિવંગત કમલેશ તિવારીએ કથિત રીતે પયગંબર મોહમ્મદને વિશ્વના પ્રથમ સમલૈંગિક કહ્યા હતા, અને આ તેના માટે સારું પુરવાર ન થયું. તેના વિકીપીડિયા પેજ પ્રમાણે ૧૮ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ લખનૌમાં તેના ઘરે તેને ગોળી મારવામાં આવી હતી, પંદર વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા અને તેનું ગળું કાપવામાં આવ્યું હતું. અને આ ભારતમાં સ્થાનિક ઘટના નથી, કેમ કે ચાર્લી હેબ્દોમાં ગોળીબાર એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇસ્લામિક ઉપદેશોનો પડઘો પાડતો રહે છે કે જેણે મોહમ્મદની વિચારધારાનો સ્વીકાર ન કરતા લોકોનું લોહી રેડ્યું છે. ૨૦૧૫માં, રાઇફલ અને અન્ય હથિયારોથી સજ્જ બે ફ્રેન્ચ મુસ્લિમ ભાઈઓ, સૈદ અને ચેરીફ કૌચી, ફ્રેન્ચ વ્યંગાત્મક સાપ્તાહિક પ્રકાશન ચાર્લી હેબ્ડોની પેરિસ ઓફિસમાં પ્રવેશ્યા, તેમણે ૧૨ લોકોની હત્યા કરી અને ૧૧ અન્ય લોકોને ઘાયલ કર્યા. ડિસેમ્બર ૨૦૨૧માં જ એવું બન્યું હતું કે સિયાલકોટમાં એક ટોળાએ સ્થાનિક પ્લાન્ટમાં મેનેજર તરીકે કામ કરતા શ્રીલંકાના એક હિંદુ વ્યક્તિના શરીરને બાળી નાંખતા પહેલાં, ધર્મનિંદાના આક્ષેપો હેઠળ તેની ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો જ્યારે એક પાકિસ્તાની મહિલાને “અનાદરભરી” વોટ્સએપ સ્ટોરી માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી. સમગ્ર દેશોમાં એક સરખા સ્વરૂપની આ ઘટનાઓ, એ તેના ટૂંકી દ્રષ્ટિના નિયમો સાથે સંમત ન હોય તેવા કોઈપણના રાક્ષસીકરણ અને ઘાતકીપણાના ઈસ્લામિક માળખાનું પ્રતિબિંબ છે.

અલબત્ત, આ હત્યારાઓને, જમીયત ઉલેમા-એ-હિંદ, એક ઇસ્લામિક સંગઠન જે હલાલ પ્રમાણપત્રો પ્રદાન કરે છે, જેવા સંગઠનો દ્વારા કાયદાકીય સહાય અને સમુદાયનું સમર્થન આપવામાં આવશે. આ હંમેશાં “હલાલ”, કે જે બિન-મુસ્લિમો માટે આર્થિક અને સામાજિક નિષેધ સુનિશ્ચિત કરે છે, તેની દુષ્ટ આડમાં પોતાનું રક્ષણ કરી, મજહબી એજન્ડાને વધારે છે. બિન-મુસ્લિમોને નમકીન જેવી શાકાહારી ખાદ્ય વસ્તુઓ માટે પણ હલાલ પ્રમાણપત્રો દ્વારા જમિયત ઉલેમા-એ-હિંદને ચૂકવણી કરવી પડે છે. તે જ પૈસા પાછળથી કમલેશ તિવારી અને કિશન ભરવાડ જેવા નિર્દોષ બિન-મુસ્લિમોની હત્યા કરનારા અપરાધીઓને મદદ કરવા માટે વાળવામાં આવે છે. ગુજરાતના ગૃહ પ્રધાન (MOS), હર્ષ સંઘવીએ કિશનની ભયાનક હત્યા વિશે ટ્વિટ કર્યું છે, જેમાં જણાવ્યું છે કે “ન્યાય આપવામાં આવશે.” પરંતુ આનાથી આ દેશના બિનસાંપ્રદાયિક તંતુ પર ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. ધર્મનિરપેક્ષતાના હાર્દમાં ધાર્મિક સહિષ્ણુતા હોવી જોઈએ, પરંતુ નિર્દોષ લોકોની હત્યા કરવી એ એવી વસ્તુ નથી જે ધર્મનિંદાની આડમાં સહન કરવી જોઈએ. અમને આશ્ચર્ય છે કે શું કિશન ભરવાડને ન્યાય મળશે, કે પછી આ કેસ પણ આપણા “બિનસાંપ્રદાયિક” દેશની પરોપકારી નજર હેઠળ બીજા ઘણા કેસોની જેમ જ રફેદફે થઈ જશે અને પાથરણાની નીચે ફેંકી દેવામાં આવશે?

ઇસ્લામનો સર્વોપરિતાવાદી, નિષેધાત્મક અને બર્બર સ્વભાવ સામાન્ય માનવીની સલામતી અને આ દેશના બિનસાંપ્રદાયિક તંતુ માટે ખતરો બની ગયો છે, અને આપણે એક રાષ્ટ્ર તરીકે આ અસામાન્ય સમસ્યાના મૂળને ઉકેલવામાં નિષ્ફળ ગયા છીએ. એક રાષ્ટ્ર, જે આ વાસ્તવિક પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે:

 

૧. શું તે સમજી શકાતું નથી કે જ્યારે તેઓ “લા ઇલાહા ઇલ્લાહ” ના નારા લગાવે છે, ત્યારે તે મજહબ તેની સર્વોચ્ચતાનું પુનરાવર્તન કરીને કહે છે કે, “હું સાક્ષી આપું છું કે ભગવાન સિવાય કોઈ દેવ નથી, અને હું સાક્ષી આપું છું કે મુહમ્મદ ઈશ્વરના સંદેશવાહક છે” ? શું લાઉડસ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત એવું નથી થતું કે તે જ અન્ય લોકો પર અસહિષ્ણુતા લાદે છે?

૨. શું કોઈ મુસ્લિમે શાહદાહનો અર્થ જાણ્યા પછી બિન-મુસ્લિમ ધર્મનિરપેક્ષ બને તેવી અપેક્ષા રાખવી જોઈએ?

૩. જેઓ તેમના ધર્મને અનુસરતા ન હોય એવા લોકો પ્રત્યે લોહીના તરસ્યા નથી તેવા હિંદુઓ જેવા અન્ય લોકોની માટે બિનસાંપ્રદાયિકતા આ પ્રકારે કેવી રીતે ઉપયુક્ત છે ?

૪. ઇસ્લામિક ધર્મનિંદાના નામે મૃત્યુ પામનારા નિર્દોષ લોકોને ન્યાય આપવાનું આયોજન ભારતીય રાજ્ય કેવી રીતે કરી રહ્યું છે? શું આવા આતંકવાદી કૃત્યોને રોકવા માટે પૂરતા કાયદા છે?

૫. શું આપણે ઝડપથી એવા લોકોના હાથે કાયદાની અપેક્ષા રાખી શકીએ કે જેઓ તલમાત્ર પણ અપરાધ અથવા માનવતાના અંશ વિના તમામ નિર્ણયો લેવા માટે અહીં છે?

૬. શું આપણે આપણા બાળકો સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે તે વિશે ચિંતિત થવાને લાયક છીએ કારણ કે, ખરેખર, તે તેમની હત્યા કરી શકે છે?

આપણે આવી ઘૃણાસ્પદ કોઈ પણ બાબતોનું વાસ્તવિક મીડિયા કવરેજ જોઈ રહ્યા નથી. આપણને આશ્ચર્ય થાય છે કે શું ખરેખર એવા દેશમાં ન્યાય મળશે કે જ્યાં ધાર્મિક સહિષ્ણુતા એકતરફી પ્રેમ સંબંધ છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાન જેવા ઇસ્લામિક પ્રજાસત્તાક અથવા ભારત અને ફ્રાન્સ જેવા બિનસાંપ્રદાયિક લોકશાહીમાં, ધર્મનિંદા સાથે ઇસ્લામની ચેષ્ટઓ લોહીથી લથપથ છે. એક સભ્ય દેશ તરીકે, આપણે એવા દરેક ગુનેગાર સામે કાર્યવાહી કરવી જોઈએ જે પ્રત્યક્ષ અથવા આડકતરી રીતે ધર્મનિંદાની આડમાં નિર્દોષ નાગરિકોની હત્યાના ઘૃણાસ્પદ કૃત્યમાં ભાગ લે છે. હવે, તે સ્પષ્ટપણે સમજી શકાય છે કે નિંદાના નામે આ હત્યાઓ ક્ષણિક આવેશમાં કરવામાં આવી નથી, પરંતુ એક સુવ્યવસ્થિત, મંડળની રીતે કરવામાં આવી છે, જે આપણને બંધારણીય અને આધ્યાત્મિક રીતે આ બાબતને ફરીથી જોવાની માંગ કરે છે. તેમની લાગણીઓને શું નુકસાન થાય છે તે નક્કી કરવાનો સંપૂર્ણ વિશેષાધિકાર તેમના લોહીથી રંગાયેલા હાથમાં હોવાથી, ગઈ કાલે કમલેશ તિવારી હતો; આજે તે કિશન ભરવાડ છે; અને આવતીકાલે – કોને ખબર, તમને કે મને મુસ્લિમોની લાગણી દુભાવવાના નામે મારી નાખવામાં આવશે?

 

યુવરાજ પોખર્ણા સુરત સ્થિત કેળવણીકાર, કટારલેખક અને સામાજિક કાર્યકર છે.

 

 

SHARE
Yuvraj Pokharna
Yuvraj Pokharna
Yuvraj Pokharna is an independent journalist and columnist who vociferously voices his opinion on Hindutva, Islamic Jihad, Politics and Policy. He tweets at @pokharnaprince.

Related stories

Latest stories