INDIA NEWS GUJARAT : એક પહેલ બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાના નારા સાથે ” बुलावे भेजे नहीं जाते जंगे मैदान में, योगा खुद ब खुद चले आते हैं, जंग ए अस्मिता और स्वाभिमान मे ” એવું કહેતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ક્ષત્રાણીઓ ની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાન નું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનો ના વ્યાપાર પર થયેલ પ્રહાર સંદર્ભે જવાબ આપવા ક્ષત્રિય એક્તા મહાસમ્મેલન ૨૨ ડિસેમ્બર ૨૦૨૪, બપોરે ૧.૫૦ વાગે સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત કરવામાં આવશે.
આ મંચ પર સમગ્ર ભારતમાંથી ક્ષત્રિય સમાજના સમ્માનિત અને પરમ આદરણીય મહાનુભાવો ની હાજરી રહેશે સાથે સાથે ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિયો જેવા કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર, ઠાકોર વગેરેની હાજરી પણ રહેશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ક્ષત્રિયોને એક મંચ પર એક સાથે લાવી સંપૂર્ણ ભારતવર્ષ ની રાજનૈતિક પાર્ટીઓ ને આપણી એકતા નું સુંદર પ્રદર્શન કરી ક્ષત્રાણીઓ ની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાન નું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે તથા સ્વાભિમાનની લડાઈનું કેન્દ્રબિંદુ ગુજરાત, લોકસભા ચુનાવ ગુજરાત માં આપણી નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેથી ભવિષ્યમાં આપણા સ્વાભિમાનની રક્ષા માટે એક શંખનાદ સાથે આપણે બધા ક્ષત્રિયો એક થઈ ન્યાય અને અધિકાર મેળવી ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકીએ. ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યને લગતી અનેક માંગણીઓ આ રાજકીય પક્ષો સુધી પહુચાડીશું.