HomeToday Gujarati NewsReform : જામનગરમાં વરસાદી દિવસોના એક માસમાં જ રંગમતી ફરી બની ગટરમતી...

Reform : જામનગરમાં વરસાદી દિવસોના એક માસમાં જ રંગમતી ફરી બની ગટરમતી નદી : વહેલીતકે રિવરફ્ન્ટ બનાવે તેવી માંગ

Date:

INDIA NEWS GUJARAT : અમદાવાદના સાબરમતી રીવરફન્ટ જેવો જ જામનગરમાં રંગમતી રીવરફન્ટ બનાવવાની કામગીરી કાચબા ગતિએ ચાલુ છે. વરસાદના દિવસો પુરા થયા તેને હજી તો બે મહિના પણ નથી થયા ત્યાં જામનગરની રંગમતી નદી ફરી ગટરમતી બની ગઈ હોવાનું દ્રવ્ય સામે આવે છે. શહેરમાં તંત્ર વહેલીતકે રીવરફન્ટ બનાવશે તો નદી અને ડંકીઓના તળ પદુષિત થતા અટકશે. હાલ કોર્પો. ના ઈજનેરો દ્વારા રીવરફન્ટ પ્રોજેક્ટના ડીમાર્કેશન(માપણી)ના સર્વેની કામગીરી ચાલુ છે.

ચાલુ વર્ષે ચોમાસામાં ઓગસ્ટ માસની તા.27થી 29ની અતિવૃષ્ટી તેમજ તે બાદના દિવસોમાં શહેરની ઉપરવાસના રંગમતી ડેમના પાણી બે-ત્રણ વખત છોડવામાં આવતાં શહેરની રંગમતી નદીનો પ્રવાહ ધસમસતો રહેવાને કારણે સમગ્ર નદીની ગંદકી ધોવાઈ ગઈ હતી. પાછોતરો વરસાદ ગણીએ તો સરકારી ચોપડે શહેર-તાલુકાઓમાં છેલ્લે તા.21 ઓક્ટોબર સુધી વરસાદ નોંધાયો હતો. આ વરસાદી દિવસો પછીના માત્ર એક જ માસ જેટલા સમયમાં તા.25નવેમ્બર સુધીમાં રંગમતી નદી ફરી ગટરમતી નદી બની ચુકી છે.

MP Kartikeya Sharma Raised Electric Power Issue : સાંસદ કાર્તિકેય શર્માએ વીજળી સંબંધિત સમસ્યાને લઈને લખ્યો પત્ર, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે 3 મોટા…

શહેરની સંખ્યાબંધ સોસાયટીઓનું અને જીઆઈડીસી તરફ થી દૈનિક ધોરણે આવતું હજારો ગેલન પાણી સીધું નદીમાં જાય છે. જે નદીના છેડે બનાવવામાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ થઈને દરિયામાં ભળે છે. આ સ્થિતિ નિવારવા માટે મહાનગરપાલિકાના તંત્ર પાસે રીવરફ્રન્ટનો ઉપાય કારગર નિવડે તેમ છે. ત્યારે આ નદી વધુ દુષિત ના થાય તે માટે તાત્કાલિક રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેવી માંગ જામનગરવાસીઓ કરી રહ્યા છે.

હાલમાં રીવરફ્રન્ટના પ્રોજેક્ટની પ્રગતિની વાત કરીએ તો સાબરમતી રીવરફ્રન્ટ કોર્પોરેશન સમક્ષ જામનગર મ્યુ. કોર્પો. ના રંગમતી રીવર ફ્રન્ટના પ્રોજેકટનું પ્રેઝનન્ટેશન થઈ ચુક્યું છે. જેમાં જે-જે ક્વેરીઓ ઉઠી તે પુરી કરવા કોર્પોરેશનનું તંત્ર કાર્યરત છે. તેમજ ફિલ્ડ ઉપર ‘લાલપુર બાયપાસથી લઈને વ્હોરાના હજીરા સુધીના ભાગમાં ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ વિભાગ દ્વારા થયેલા સર્વે અને નદીના મુળભુત પ્રવાહની પહોળાઈના ડિમાર્કેશનની પુન: ચકાસણી કોર્પોરેશનના ઈજનેરો કરી રહ્યા છે.

આમ એક તરફ રીવરફ્રન્ટના પ્રોજેકટની કામગીરી કાચબાગતિએ આગળ વધે છે. તો બીજી તરફ ચીતાની ઝડપે નદીમાં ગટરના પાણી ભળતા હોવાની સ્થિતિ જોવા મળે છે.

Mallikarjun Kharge Viral Video : 12 જ્યોતિર્લિંગોમાં હું એક પવિત્ર લિંગ છું…કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું મોટું નિવેદન, સાંભળીને હિંદુઓ સ્તબ્ધ થઈ ગયા

SHARE

Related stories

Latest stories