કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત
કુલ 280 વર્ગ ખંડો નિર્માણ પામશે: 7059 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૪૫.૨૦ કરોડના ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ઉધના સ્થિત શાળા નં.૨૧૦/૧૪૨, વિકાસ કોલોની સામે, હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું.
ઝડપભેર સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે. આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧, અઠવા ઝોનમાં ૧, વરાછા-એ ઝોનમાં ૧, વરાછા-બી ઝોનમાં ૨, ઉધના-એ ઝોનમાં ૪, ઉધના બી ઝોનમાં ૧, કતારગામ ઝોનમાં ૪,રાંદેર ઝોનમાં ૫ સહિત કુલ-૧૯ પ્રાથમિક શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
સેન્ટ્રલ ઝોનમાં અંદાજિત રૂ.ર.૧૮ કરોડના ખર્ચે શાળા નં.૪૧, મલેસર મહોલ્લો રૂસ્તમપુરા ખાતે અઠવા ઝોનમાં ઉમરા ગામતળ ખાતે રૂ.ર.૮ર કરોડના ખર્ચે શાળા નં.૦૩, વરાછા-એ ઝોનમાં રૂ.૩.૮૬ કરોડના ખર્ચે શાળા નં.૯૦ (ભાતની વાડી, મીની બજાર,વરાછા ખાતે), વરાછા-બી ઝોનમાં રૂ.૩૯.૮૬ લાખના ખર્ચે શાળા નં.૩૮૪ (મુ.પો. ખડસદ, કામરેજ ખાતે) અને અંદાજિત રૂ.૩૯.૮૬ લાખના ખર્ચે શાળા નં.૩૯૦ (મુ.પો.ગોથાણ,બંગર ફળિયું, ઓલપાડ ખાતે), ઉધના-એ ઝોનમાં રૂ.૯.રપ કરોડના ખર્ચે શાળા નં.ર૧૩/ર૧૪/ર૧પ (ભેસ્તાન ગામતળ ખાતે) અને રૂ.૪.૩૦ કરોડના ખર્ચે શાળા નં.૧૯૭,૧૯૮ (મીરા નગર, ઉધના ખાતે), રૂ.પ.ર૮ કરોડના ખર્ચે શાળા નં.ર૧૦,૧૪ર બી.આર.સી. સામે વિકાસ કોલોની ઉધના ખાતે, રૂ.૭૯.૭ર લાખના ખર્ચે શાળા નં.૩૩ (રામજી મંદિરની બાજુમાં, નિશાળ ફળિયું,વડોદ ખાતે), ઉધના બી ઝોનમાં રૂ.૭૯.૭ર લાખના ખર્ચે શાળા નં.૩૭૪ (મુ.પો. ઉબેર ખાતે), કતારગામ ઝોનમાં અંદાજિત રૂ.૩.૯૭ કરોડના ખર્ચે શાળા નં.૧૧૭/૧ર૦ (ગોટાલાવાડી,કતારગામ રોડ ખાતે), રૂ.ર.૭૩ કરોડના ખર્ચે શાળા નં.૧૭૧ (કતારગામ પોલીસ ચોકીની બાજુમાં કતારગામ ખાતે), અંદાજિત રૂ.૩.૮૧ કરોડના ખર્ચે શાળા નં.૧૭ર (દેસાઇ વાડીની સામે, કતારગામ બસ સ્ટેન્ડ ખાતે), રૂ.૭૯.૭ર લાખના ખર્ચે શાળા નં.૩૮૯ (મુ.પો.વસવારી ઓલપાડ ખાતે),રાંદેર ઝોનમાં રૂ.૯૯.૬પ લાખના ખર્ચે શાળા નં.૧૬૩ (વારિગૃહની સામે જહાંગીરાબાદ,ઉગત ખાતે), રૂ.પ૯.૭૯ લાખના ખર્ચે શાળા નં.૩૯પ (નવી વસાહત હળપતિવાસ ખાતે), રૂ.૭૯.૭ર લાખના ખર્ચે શાળા નં.૩૯૮ (મુ.પો. ભેંસાણ ખાતે), રૂ.પ૯.૭૯ લાખના ખર્ચે શાળા નં.૩૯૭ (ઇચ્છાપોર,ખડી મહોલ્લા,મુ.પો ઇચ્છાપોર ખાતે), રૂ.૭૯.૭ર લાખના ખર્ચે શાળા નં.૩૯૬ (રાખલ નગર કોલોની, ભાઠા ખાતે) ગુજરાતી અને મરાઠી માધ્યમની પ્રાથ. શાળાઓનું બાંધકામ કરવામાં આવશે. કુલ ૨૮૦ વર્ગ ખંડો નિર્માણ પામશે જેમાં ૭૦પ૭ વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓમાં શિક્ષણનો લાભ મેળવી શકશે.
આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણીયાવાલા, વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.