INDIA NEWS GUJARAT : જે રીતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓ સાથે છેતરપિંડી અને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમનાર ડોકટરોનો ખુલાસો થયો હતો ત્યાર બાદ પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા સાથે રુબરૂ થતાં આ મામલે નિતીન પટેલે કહ્યું હતું કે, સરકારી યોજનાનો દુરૂપયોગ થયાની શક્યતા છે.19 દર્દીઓ પૈકી કેટલાકને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે. કેટલીક હોસ્પિટલો ધંધાદારી પ્રવૃતિ કરે છે, એકસાથે દર્દીઓને લવાતા તે શંકા ઉપજાવે તેવી ઘટના છે,કડી તાલુકા બોરીસણામાં મેડિકલ કેમ્પ હતો. ગઈકાલે 24 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લઇ જવાયા હતા.આરોપ જાણ કર્યા વગર 19 દર્દીઓને સ્ટેન્ટ મુક્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે.
દર્દીઓના મોત બાદ તબીબો ગાયબ થયાની વાત પણ સામે આવી છે. બે દર્દીઓના મોત બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઉત્તર-પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યાં હતા. હોસ્પિટલ સત્તાધીશ અને દર્દીના પરિવારજનો સાથે વાત કરશે, તો સાથે સાથે 2023ના કેગના રિપોર્ટમાં પણ સામે ગેરરીતિ આવી છે, 2022 સુધીમાં PMJAY યોજના હેઠળ હોસ્પિટલોને 3507 કરોડ ચુકાવાયા છે. 2022 સુધીમાં 14 લાખ 12 હજાર 311 દર્દીઓને PMJAYથી સારવાર લીધી.જાન્યુ, 2021થી માર્ચ 2021 સુધીમાં ઓડિટર્સે 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેગના રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતા સારવાર લેનારની સંખ્યા પણ વધુ જોવા મળી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે ખ્યાતિ હોસ્પિટલ એ કોઇ ડોક્ટરના જૂથની નથી ! પરંતુ, અમદાવાદના ખ્યાતનામ રિયલ એસ્ટેટ ગ્રુપ ખ્યાતિ ઇન્ફા.ગ્રુપની છે. આ ગ્રુપે એક દાયકા પહેલા પ્લોટિંગ સ્કિમમા પણ હજારો રોકાણકર્તાઓને રોવડાવ્યા હતા. હવે ખ્યાતિ હોસ્પિટલને બચાવવા રાજકીય રસુખ વાળા માલિકે બાઉન્સર ઉતાર્યા છે.
લાંબા સમયથી કડી તાલુકાના ગામોમાંથી કેમ્પ થકી દર્દીઓ લાવીને PMJAY હેઠળ આપરેશનો થાય છે અને આપણા સૌના ટેક્સના રૂપિયે માનવ સેવા કરી રહ્યાના આરોપો થઇ રહ્યા છે.
અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે લીધા શપથ Proud To Be Hindu : હિંદુ ઓ માટે આટલી મોટી વાત કહી કે વિદેશ માં રહેતા હિંદુઓનું માથું ગર્વ થી ઊંચું થઇ ગયું
મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળી બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે. હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ્દ કરવામાં આવશે.
આ સાથે વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ X પર ઘણી નિંદા કરી