ગાંધીનગરમાં 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડી હતી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન દર્દીને ઝીકા વાયરસ થયો હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગરમાં મિશ્ર ઋતુનાં વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. એવામાં ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો. જેમાં સેકટર-5 ના 75 વર્ષિય વૃધ્ધની તબીયત લથડતા હાલત સ્થિર હોવાના પગલે ઘરે સારવાર આપવામાં આવી છે.
શહેરમાં ઝીકા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તુરંત જ તંત્રે સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવા શરૂ કરી દીધાં છે. લોકોની તપાસ અને આરોગ્ય સલાહકારીઓની ટીમો ઝીકા વાયરસના ભવિષ્યના ફેલાવાની ખતરને રોકવા માટે કામગીરીમાં લાગી ગઈ છે.
જાણકારોએ લોકોને સુચવ્યું છે કે મચ્છરોને દૂર રાખવા માટે તેઓએ યોગ્ય ઉપાય કરવાના જરૂરી છે, જેમ કે મચ્છરદાણીઓનો ઉપયોગ અને ઉભા પાણીનું નિવારણ. આજના સમયમાં આરોગ્યના પ્રશ્નો ખાસ મહત્વના છે, અને લોકોને તબીબી તપાસ માટે લાવવા માટે પ્રેરણા આપવાની જરૂર છે.
પૂનાની લેબોરેટરીમાં ગયું સેમ્પલ
ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાનાં રોગમાં પણ શારીરિક પિડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે.ગાંધીનગરના સેક્ટર-5માં રહેતા વૃદ્ધની તબીયત લથડી હતી. જે દરમ્યાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૃરી સેમ્પલ લેવડાવ્યા હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇ અને રોગચાળો અટકે તેને લઇ શંકાસ્પદ દર્દીના ઘર સહીતના આસપાસ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સેકટર 5 સહિત આસપાસના સેક્ટરોમાં મોનીટરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જોકે હાલ દર્દીની હાલત હાલ સ્થિર હોવાને પગલે ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
તમામ માહિતી અને દિશાનિર્દેશો માટે સ્થાનિક આરોગ્ય વિભાગના નમ્ર માર્ગદર્શનમાં રહો