HomeToday Gujarati NewsRaghavji Patel :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની...

Raghavji Patel :કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાતે

Date:

INDIA NEWS GUJARAT: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાત લઈ પાક નુકસાનીની સમીક્ષા કરીમંત્રીશ્રીએ ખેતરોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો,ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા ખેતીવાડી વિભાગના અધિકારીઓને સૂચન કરતા મંત્રી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ જોડીયા તાલુકાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર વગેરે ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મંત્રીશ્રીએ આ તકે ખેતરોની જાત મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી પૂર્ણ વહેલી તકે ખેડૂતોને નુકસાની અંગેની સહાય ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો

Operation of Diwali Extra Buses : ખુશીઓની સલામત સવારી, એક્સ્ટ્રા બસોનું સંચાલન

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેઓના સિંચાઈ, પાક ધોવાણ, પીવાના પાણીની સમસ્યા વગેરે બાબતોને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ સત્વરે આ પ્રશ્નો અંગે કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તકે મંત્રી એ ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો

Graduation Ceremony : ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો : INDIA NEWS GUJARAT

મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જોડીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઈ ભંડેરી, જોડીયા માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન શ્રી ચિરાગ વાંક, શ્રી ભરતભાઈ દલસાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ વગેરે જોડાયા હતા.

આ પણ જુઓ
SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories