સંતો, શુરવીરો અને સખાવતની ભૂમિ પર ”સુશાસન સપ્તાહ”નો સમાપન સમારોહ Good Governance
ઈન્ડિયા ન્યૂઝ, રાજકોટઃ સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને ત્યારે ‘ગુડ ગવર્નન્સ -અન ટુ ધી લાસ્ટ’ સાકાર થાય છે અને ગુજરાતે આ વાત ચરિતાર્થ કરી છે એવો મત મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીના જન્મદિવસ 25 ડિસેમ્બર સુશાસન દિવસથી રાજ્યભરમાં શરૂ થયેલા ‘સુશાસન સપ્તાહ’નું સમાપન રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના અનેકવિધ જનહિત કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હતથી કરાવ્યું હતું. Good Governance
ગ્રામ વિકાસના કાર્યોની અસર આજે વર્તાય છેઃ મુખ્યમંત્રી
પોતાન વક્તવ્યના પ્રારંભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ 25 ડિસેમ્બરના રોજ સમગ્ર રાષ્ટ્ર ‘’સુશાસન દિવસ’’ તરીકે 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં યોજાય છે. સુશાસનના પ્રણેતા અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે ગરીબ ઉત્થાન અને ગ્રામ વિકાસના જે કામો કર્યા હતા તેની અસર આજે પણ વર્તાય છે. કિસાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી ફ્લેગશિપ યોજનાઓ અટલજીની ભેટ છે. Good Governance
PM નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ પર મૂક્યો વિશેષ ભાર
તેમણે જણાવ્યું હતું કે, અટલજીના ચિંધેલા એ જ રાહ પર ચાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર આપ્યો છે. સ્વચ્છતા અભિયાન, શૌચાલય નિર્માણ, ગ્રામીણ આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવી યોજનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ વિકાસને નવી દિશા ચિંધી છે. ગુજરાત સરકારે ગ્રામ વિકાસનો જે મહાયજ્ઞ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કર્યો હતો તે આજે પણ યથાવત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અવસરે રાજ્યની ગ્રામીણ જનતા અને પંચાયતો માટે અમે નવા પ્રકલ્પો- લાભો લઇને આવ્યા છીએ. સુશાસન સપ્તાહના સમાપન સમારોહના એક જ દિવસમાં રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા 216 કરોડના 14,143 આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. Good Governance
કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ તેમના ચિરપરિચિત અંદાજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસ નિમિતે યોજતા સુશાસન દિવસના આ પ્રસંગે આ અજાતશત્રુ અને “મરદ” વિભૂતિને ’ભારતમાતાની જય’ના બુલંદ નારાથી સહુએ વધાવી લેવી જોઈએ. આ તબક્કે ઉપસ્થિત સમૂહનો નારો ધીમો જણાતા તેમના આ વલણને વજુભાઈ વાળાએ હવાઈ ગયેલા ફટાકડાના અવાજ સાથે સરખાવ્યો હતો. Good Governance
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના વિપક્ષ પર આકરા પ્રહાર
તેમણે પૂર્વ સરકારો અને વિપક્ષ ઉપર આકરા શબ્દ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ માટે ધરણા કરવા પડતા હતા. આ કાર્યો માટે સરકારો લોન પેટે પૈસા આપતી અને તેનું વ્યાજ સાથે ચુકવણું કરવું પડતું હતું, જ્યારે ભાજપ સરકાર આવ્યા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ પેટે પૈસા અપાય છે. પ્રજાના પૈસાનો ઉપયોગ પ્રજાના કાર્ય માટે કરવાનું ભાજપ શાસિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે ગ્રામ માટે જકાત નાબૂદીના સરકારના કાર્યને યાદ કર્યું હતું. Good Governance
આ પણ વાંચોઃ Joy Ride આંતરરાજ્ય હેલિકોપ્ટર સેવા શરૂ થશે
આ પણ વાંચોઃ Corona and Omicron Cases Updation कोविड के रिकॉर्ड 16,764 नए केस, ओमिक्रॉन के 1270