HomeGujaratRajkot's Administrative Department On Alert : રાજકોટની ઘટના બાદ જામનગરનું વહીવટી તંત્ર...

Rajkot’s Administrative Department On Alert : રાજકોટની ઘટના બાદ જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ, જુદા-જુદા વિસ્તારમાં આવેલ ગેમઝોન ને બંધ કરાયા – India News Gujarat

Date:

Rajkot’s Administrative Department On Alert : ગેમઝોનની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રખાયા યોગ્ય પૂર્તતા ના જણાઈ તો તે સ્થળે કાર્યવાહી થશે.

TRP ગેમઝોનમાં મોટી આગ લાગી જેમાં 28 લોકોના મોત

રાજકોટના કાલાવડ રોડ સ્થિત TRP ગેમઝોનમાં મોટી આગ લાગી જેમાં 28 લોકોના મોત થયા છે. આ આગમાં આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં આ પ્રકારના ગેમ ઝોન ઉપર સલામતીના કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે તે અંગે જુનાગઢ નું તંત્ર પણ અચાનક હરકતમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતા.

3 ટીમોની રચના કરવામા આવી

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ સરકાર દ્ગારા સમગ્ર ગુજરાતમાં આવેલા ગેમઝોન બંધ કરવાના આદેશ ને પગલે જામનગર નું તંત્ર પણ અચાનક હરકતમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. શનિવારે સાંજે શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ ગેમઝોન ને બંધ કરાયા બાદ કોર્પોરેશનમાં PGVCL, ફાયર, અને એસ્ટેટ સહીતની ટીમો દ્વારા એક મિટિંગ યોજાઈ જેમાં 3 ટીમોની રચના કરવામા આવી છે. જે ટીમમાં ચીફ ફાયર ઓફિસર, શહેર DYSP, શહેર મામલતદાર, એસ્ટેટ ઓફીસર, અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. હાલ આ ટીમો દ્વારા જામનગર શહેર વિસ્તારમાં આવતા ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Rajkot’s Administrative Department On Alert : દુર્ઘટના ન બને તે માટે નક્કર કાર્યવાહી

આ તમામ અધિકારીઓએ મનપાના સીટી ઈજનેર સાથે સંકલનમાં રહી લાઈસન્સ, જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. અને જરૂરી પરવાનગી ના હોય યોગ્ય પૂર્તતા ના જણાઈ આવે તો જે તે સ્થળે તત્કાલ કાર્યવાહી કરવાની રહેશે. ત્યારે લોકોમાંથી એક જ સવાલ હાલ ઉઠી રહ્યો છે કે આવી જ્યારે દુર્ઘટના બને છે ત્યારે જ તંત્ર દ્ગારા કામગીરી કરવામાં આવે છે. રાજકોટ ની દુર્ઘટના બાદ હવે સરકાર અને તંત્ર કોઈ શીખ લઈ આગળ કાયમી ધોરણે આવી દુર્ઘટના ન બને તે માટે નક્કર કાર્યવાહી કરવામા આવે કે આવી કાર્યવાહી માટે હજુ પણ કોઈ મુહુર્ત જોવા ની રાહ જોઈ રહ્યું છે…?

તમે આ પણ વાંચી સકો છો :

“Express View City”/કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો

તમે આ પણ વાંચી સકો છો :

Heat Wave Rise Alert : બનાસકાંઠામાં ગરમી વધવાની આગાહી, આગામી બે દિવસ તાપમાનનો પારો ઉંચકાશે

SHARE

Related stories

Latest stories