HomeGujarat5 Girls Drowned : ભાવનગરના સિદસરમાં બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારનાં મોત...

5 Girls Drowned : ભાવનગરના સિદસરમાં બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારનાં મોત એક સારવારમાં – India News Gujarat

Date:

5 Girls Drowned : ડૂબી રહેલી બાળકીને બચાવવા જતાં પાંચેય ડૂબી પરિવારજનોમાં આક્રંદ તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા ગઈ હતી.

4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત

ભાવનગરના સિદસર નજીક બોરતળાવ કાંઠા વિસ્તારમાંમાં એક કરૂણ ઘટના બની છે. સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે.

તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી

ભાવનગરના સીદસર નજીક બોરતળાવ કાંઠા નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતા એક બાળકી અને ત્રણ કિશોરીઓ સહિત ચારને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનામાં બે સગીબહેનો સહિત ચારના મોત થયા હતા. ઘટનમાં બોરતળાવમાં જે પાંચ બાળાઓ ડૂબી હતી તેમાં રાશી મનીષભાઈ ચારોલીયા, કોમલ મનીષભાઈ ચારોલીયા અને કિંજલ મનીષભાઈ ચારોલીયા ત્રણેય સગીબહેનો થાય છે.

5 Girls Drowned : ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો

જેમાં રાશી અને કોમલના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે ત્રીજી બહેન કિંજલ હાલ સારવાર હેઠળ છે. તેમજ અર્ચનાબેન હરેશભાઈ ડાભી અને કાજલબેન વિજયભાઈ જાંબુચાનું પણ ડૂબી જતા મૌત નીપજ્યું છે. ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pune Boat Accident: ઉજાની ડેમના પાણીમાં બોટ પલટી જતાં 6 લોકો ગુમ, પોલીસ તપાસ ચાલુ છે

તમે આ પણ વાંચી સકો છો :

Inspection At juice Vendors : જામનગરમાં કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગ, કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો

SHARE

Related stories

Latest stories