ATM Fraud : કુલ રૂ.3,33,825નો મુદામાલ રીકવર કરાઇ ટેકનીકલ એનાલીસીસ-હ્યુમન સોર્સ દ્વારા ચોરને પકડ્યો.
કુલ રૂ.3,33,825 નો મુદામાલ રીકવર
વડગામ પોલીસે વિવિધ બેન્કોના ATM બદલી છેતરપીંડી કરનાર ભેજાબાજ રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો હતો. તેની પાસેથી 209 થી વધુ ATM કાર્ડ મળી કુલ રૂ.3,33,825 નો મુદામાલ રીકવર કરી 27 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.
ATM Fraud : ખાતામાંથી રૂપિયા 52,749 ઉપાડી લઇ છેતરપીંડી કરી
છેલ્લા કેટલાય સમયથી તાલુકાના વિવિધ ગામોમાંથી Atm બદલી પૈસા ઉપાડવામાં કિસ્સા બન્યા હતા. ત્યારે તાજેતરમાં વડગામમાં આવેલ બેન્ક ઓફ બરોડાના ATM સેન્ટરમાં ફરીયાદી ઘેમરપુરી ગૌસ્વામી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે ATM માં હાજર અજાણ્યા ઇસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ATM કાર્ડનો પાસવર્ડ જાણી લઇ તેમનુ ATM કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા 52,749 ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી. જેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ થયેલ હતો. અને ATM બદલી છેતરપીંડી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે દાખલ થયેલ ગુનો શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી. જે અનુસંધાને પી. એસ.આઇ સહિત પોલીસ સ્ટાફ તેમજ ટીમો દ્રારા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરતા વડગામ તથા પાલનપુરના આશરે 100 થી વધારે CCTV કેમેરા ચેક કરી ATM કાર્ડ બદલી કરનાર વ્યક્તિની હકીકતો એકત્ર કરવામાં આવી અને તેના આધારે atm ચોરનાર ઇસમ મોહમંદ સોહીલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Pune Boat Accident: ઉજાની ડેમના પાણીમાં બોટ પલટી જતાં 6 લોકો ગુમ, પોલીસ તપાસ ચાલુ છે
તમે આ પણ વાંચી સકો છો :