Inspection At juice Vendors : 15 કિલો કેરીના રસ નો નાશ ટેમ્પામાં આવેલી કેરીનું પણ ચેકિંગ.
કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ
જામનગર મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડા દરમિયાન કેરીનો રસ અને શેરડીના રસની સેમ્પલ પણ લેવાયા હતાં અને કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કરવામાં આવી હતી.
Inspection At juice Vendors : કેરીના રસ અને શેરડીના રસના સેમ્પલ પણ લેવામાં આવ્યાં
ઉનાળાની સીઝનમાં ગરમીને કારણે કેરીનો રસ, કેરી, શેરડીનો રસ સહિતની ખાવાની વસ્તુઓનું વેંચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત કેરીના રસ તથા શેરડીનો રસ વેંચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી કેરીના રસ અને શેરડીના રસના સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. કેરીના રસને ઘટાદાર બનાવવા માટે કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો હતો અને કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 15 કિલો જેટલી કેરીના રસનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તથા ટેમ્પામાં આવેલી કેરીનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા
તમે આ પણ વાંચી સકો છો :
Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ