Dabhoi People’s Cooperative Bank : બેંક સ્ટાફ ના મોબાઈલ બંધ બેંક દ્વારા કોમભાંડ થવાના આક્ષેપો.
બઁક મેનેજર દ્વારા રાજીનામું
વડોદરા જિલ્લા ના ડભોઈ ખાતે પીપલ્સ કોપરેટિવ બેંક છેલ્લા 5 દિવસ થી ન ખુલતા ખાતેદારો માં ચિંતા ફેલાઈ હતી. બઁક મેનેજર દ્વારા રાજીનામું આપતા અને કરમિયો કામ પર નઇ આવતા બઁક 5 દિવસ થી બંધ છે. જે ને પગલે ખાતેદારો માં ચિંતા જોવા મળી હતી. તે સાથે બૅન્કમાં અઢી કરોડનું કોમભાંડ થવાના આક્ષેપો ગ્રાહકો દ્વારા લગવામાં આવ્યા છે. બઁક આટલા દિવસ થી બંધ હોવાના કારણે ખાતેદારો ધક્કા ખાતા જોવા મળ્યા હતા.
Dabhoi People’s Cooperative Bank : 5 દિવસ થી બેંક નું શટર ન ખુલતા બેંક ના ખાતેદારો હલવાયા હતા
વડોદરા જિલ્લા ના ડભોઈ ની વધુ એક બેંક ફડચા માં જતા ખાતેદારો ચિંતા માં મુકાયા છે. ડભોઇ ના સોની બજાર વિસ્તાર માં આવેલ ધી પીપલ્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા 5 દિવસ થી બંધ છે. મોટી સંખ્યા માં આ બેંક ના ખાતેદારો છે જેમાં ખેડૂતો પણ આ બેંક ના ખાતેદારો છે જે બેંક ન ખુલવાના કારણે ચિંતા માં મુકાયા છે. આ બેંક 1998 થી કાર્યરત હતી અને 26 વર્ષ થી ખાતેદારો સાથે નિર્વિવાદ લેવડ દેવળ નો વ્યવહાર ચાલતો હતો. પરંતુ છેલ્લા 5 દિવસ થી બેંક નું શટર ન ખુલતા બેંક ના ખાતેદારો હલવાયા હતા. જાણવા મળતી માહિતી મુજબ બેંક મેનેજર દ્વારા રાજીનામુ આપ્યા બાદ થી બેંક ખુલી નથી. જ્યારે રોજ મોટી સંખ્યા માં ખાતેદારો બેંક ખાતે આવી બેંક બંધ જોતા બેંક કર્મચારીઓ નો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ બેંક સ્ટાફ ના મોબાઈલ બંધ બતાવે છે અને સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકાર ની વાતચીત કરવામાં આવતી નથી.
તમે આ પણ વાંચી સકો છો :
Bhavnagar: મનપા દ્વારા બિલ્ડીંગને સીલ મરતા હીરા વેપારીઓમાં રોષ
તમે આ પણ વાંચી સકો છો :
Arwind Kejriwal: INDIA એલાયન્સ માટે કેજરીવાલનો ચાંદની ચોકમાં જેપી અગ્રવાલ માટે રોડ શો